________________
૨૫૬ બદલે ધગધગતા ત્રાંબા સીસાના રસ પીને, આહારને બદલે મહાર શરીરનું માંસ ખાઈને, મેં અતી વેદના ભેગાવી છે. એ અપાર દુઃખનું વર્ણન શું કરું માતા? મહારા આત્માનું તમે ભલું ઇચ્છતા હે, મહને એવા દુઃખમાંથી બચાવવા માગતા હે, તે હે માતાપિતા, મહને આનંદપૂર્વક દીક્ષિત થવા ઘો.
મૃગાપુત્રને અપૂર્વ વૈરાગ્ય, હેના અંતરની સંસારભયની ઉગતા, તેના ચારિત્રની હિંમત એ વગેરેથી તેના માતા પિતા ખુશ થયા અને દીક્ષાની રજા આપી.
- મૃગાપુત્ર દીક્ષિત થયા, સર્વ સુખ વૈભને તેમણે ત્યાગ કર્યો અને આત્મ ધ્યાનમાં વિચારવા લાગ્યા. ઉગ્ર તપશ્ચર્યા, અખંડ સંયમ સાધના, વિશુદ્ધ ક્રિયાઓ વડે જીવનનું શ્રેય સાધતાં સાધતાં, ક્ષક શ્રેણિમાં પ્રવેશી મૃગાપુત્ર કૈવલ્યજ્ઞાન, કૈવલ્ય દર્શનને પામ્યા અને લકા સિદ્ધ થયા.
૧૮૨ મૃગલેઢીઓ (મૃગાપુત્ર ૨)
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં શતદ્વાર નામની નગરી હતી. તે નગરીને સો દરવાજા હતા. તેમાં ધનપતિ નામે રાજા રાજ્ય કરતા હતો. તે નગરના અગ્નિ ખૂણામાં વિજય વર્ધમાન નામનું ગામ હતું. તે ગામમાં એકાઈ રાઠોડ નામે ઠાર હતો. તેના નીચે બીજા પાંચસો ગામ હતા. એકાઈ રાઠોડ ઘણે કર, જુલ્મી અને અધર્મી હતા. તે પાપ કે પુણ્યને ગણતો જ નહિ. તે રૈયતને નીચોવી, અન્યાયથી કર ઉઘરાવી પૈસા એકઠા કરવાનું જ માત્ર શીખો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com