________________
૨૫૪
ચાલવાની શાંત ગતિ, તેમના પહેરવેશ, તેમનું ચળકતું લલાટ જોઈ મૃગાપુત્ર તે મુનિના સામે અનિમેષ નેત્રે જોઈ જ રહ્યા. પૂર્વ સરકારના બળે મૃગાપુત્રને લાગ્યું કે પૂર્વે મેં આવું સ્વરૂપ કયાંક જોયું છે. મુનિ સ્વરૂપના ભાવ ચિંતવતા ચિંતવતા મૃગાપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવમાં પાતે પાળેલું ચારિત્ર યાદ આવ્યું. સંસાર ઉપર તત્કાળ તેમને અરૂચિ થઈ. અને જન્મ મરણના ફેરાથી મુક્ત થવાના તેમણે દ્રઢ સંકલ્પ કર્યાં. તરતજ તેઓ પિતા પાસે આવ્યા અને કહ્યું: હે માતા પિતા, મ્હને પૂર્વી ભવનું સ્મરણ થયું છે. તિર્યંચયેાનિમાં જન્મી મેં ધણા ધણા દુ:ખા ભાગવ્યાં છે. અને ચારિત્ર પાળવાથી હું મનુષ્યભવ પામ્યા છું; એટલે મહાન પુણ્યના પરિબળે પ્રાપ્ત થયેલે આ મનુષ્ય ભવ હું સંસારના રાગ, રંગ, માહ માયામાં વેડફી દેવા માગતા નથી. હું સંસાર ભયથી ત્રાસ પામ્યા છું, માટે મ્હને દીક્ષા લેવાની રજા આપે!. વળી અત્યારે જે સુખ હું ભાગવું છું તે પણ ક્ષણિક અને અસ્થિર છે. આ રાજવૈભવ, બાદશાહી મહેલાતા, અખૂટ ધન, ધાન્યના કોઠારા, બાગ, બગીયાએ, સાનું, રૂપું, હીરા, માણેક, સ્ત્રી, પુત્ર, ભાઈબહેન, એમાંની એક પણ ચીજ સાથે આવવાની નથી. આ શરીર પશુ સાથે આવવાનું નથી. માત્ર જીવે કરેલાં પાપ અને પુણ્યજ પરભવે જીવના સાથી છે. વળી જેમ કાઈ ધરમાં આગ લાગી હોય, અને સાદું રૂપું હીરા માણેક કે જે કાંઈ સાર વસ્તુઓ કાઢી લેવામાં આવે છે, તેમ આ સંસારમાં પણ જન્મ, જરા, મૃત્યુનો દાવાનળ સળગી રહ્યો છે. અને હવે સમજ્યા પછી એક ક્ષણ હું તેમાં આસક્ત રહેવા ઈચ્છતો નથી. માટે હું માતાપિતા, મને સહર્ષે દીક્ષા લેવાની રજા આપે.
માતાપિતા ખાલ્યાઃ—હે પુત્ર, તું સુકોમળ છે, તે હજુ તડકા છાંયડા જોયા નથી. ચારિત્ર પાળવું ઘણું દુષ્કર છે. ચારિત્ર એ તરવારની ધાર જેવું છે, લેઢાના ચણા ચાવવા બરાબર છે. એક અગાધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com