________________
૨૫૨
પહેલી નરકમાં ચોરાશી હજાર વર્ષની સ્થિતિએ ઉપજીશ. આ સાંભળી રેવતી દિન બની ગઈ, અને ભયભીત બની કલ્પાંત કરવા લાગી. પરિણામે તે રોગગ્રસ્ત બની. સાત રાત્રિ થતાં તે મરણ પામી, અને પહેલી નરકે ગઈ
તે સમયે પ્રભુ મહાવીર પધાર્યા. “મહાશતકે રેવતી પ્રત્યે વાપરેલા અઘટિત શબ્દો શ્રાવકને બેલવા કલ્પે નહિ તે વાત મહાશતકને કરવા અને તેનું પ્રાયશ્ચિત લેવડાવવા માટે શ્રી ગૌતમને મહાશતક પાસે મોકલ્યા. ગૌતમને દેખી મહાશતકે વંદન કર્યું. શ્રી ગૌતમે અઘટિત શબ્દોનું મહાશતકને પ્રાયશ્ચિત કરાવ્યું. મહાશતક પ્રાયશ્ચિત લઈ વિશુદ્ધ થયા. અનુક્રમે ધર્મનું યથાયોગ્ય આરાધન કરી, એક માસને સંથારો ભોગવી મહાશતક કાળ કરીને પહેલા દેવલોકમાં ગયા. ત્યાંથી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામી મોક્ષ ગતિને પ્રાપ્ત કરશે.
૧૭૯ મહાન કૃષ્ણકુમારી તે રાજગૃહિના શ્રેણિક રાજાની રાણી અને મહાસેન કુમારની માતા હતી. પુત્ર મરણના શેકથી કાલી રાણીની માફક તેણે મહાવીરદેવ પાસે ચારિત્ર લીધું; અને વર્ધમાન તપ શરૂ કર્યો. તે એવી રીતે કે –૧ આયંબિલ, ૧ ઉપવાસ, ૨ આયંબિલ ૧ ઉપવાસ એમ આયંબિલમાં એકેક વધે અને તે ઉપર ૧ ઉપવાસ કરે, એમ ૧૦૦ આયંબિલ એક સાથે કર્યા. બીજે તપ પણ ઘણે કર્યો. ચંદનબાળા ગુરૂણીને પૂછી તેમણે સંથારો કર્યો; સંથારામાં શિખેલા ૧૧ અંગની સજઝાય (સ્વાધ્યાય) કરતાં, એક માસના અનશનને અંતે ૧૭ વર્ષ ચારિત્ર પાળી તેઓ મોક્ષમાં ગયા.
૧૮૦ મુનિસુવ્રત સ્વામી વીસમા તીર્થંકર, રાજગૃહ નગરના સુમિત્ર રાજાની પદ્માવતી રાણુની કુક્ષિમાં, દશમા પ્રાણત દેવલોકમાંથી અવીને શ્રાવણ શુદિ પૂનમે ઉત્પન્ન થયા. માતાને ચૌદ સ્વપ્ન આવ્યાં. ગર્ભકાળ પુરો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com