________________
૨૫૧
શોકને, ઝેરી પદાર્થના પ્રયોગથી મારી નાખી, અને સર્વ લક્ષ્મી પિતાને સ્વાધીન કરીને તે મહાશતક સાથે સુખ ભોગવવા લાગી.
રેવતી એકલી રહેવાથી અને તેને ખૂબ પૈસે મળવાથી તે છકી ગઈ, એટલું જ નહિ પણ તે સ્વચ્છંદી બનીને દારૂ, માંસ ઈત્યાદિની પણ વ્યસની બની ગઈ. એક વાર રાજા શ્રેણિકે રાજગૃહિ નગરીમાં ઢંઢેરો પીટાવી જાહેર કર્યું કે મારા રાજ્યમાં કોઈએ પંચૅકિય જીવોની હિંસા કરવી નહિ. આથી માંસભક્ષી રેવતીને ઘણું લાગી આવ્યું. પિતાને માંસ ખાવાનું વ્યસન, તે વગર ચાલે જ નહિ. એટલે તે પિતાની ગશાળા (ગેકુલ)માંથી રાજ બબ્બે ગાયને કપાવી તેનું માંસ ભક્ષણ કરવા લાગી.
વખત જતાં મહાશતક ગૃહ કારભાર પિતાના પુત્રને સેંપી, નિવૃત્ત બની પૌષધશાળામાં ધર્મધ્યાન કરવા લાગ્યા. રેવતી એક વખત મદિરાપાન કરીને, વિષયાસક્ત બની પૌષધશાળામાં મહાશતક પાસે આવી, અને તેણે પિતાની સાથે ભોગ ભોગવવાનું મહાશતકને આમંત્રણ કર્યું. મહાશતક ધર્મ કાર્યમાં લીન હતા. તેમણે રેવતીને કંઈ પણ ઉત્તર આપ્યો નહિ. રેવતી તો વધારે વિક્રાલ બનીને વારંવાર મહાશતકને ભોગ ભેગવવાનું કહેવા લાગી. છતાં મહાશતક કંઈ પણ બોલ્યા નહિ. અને નિરાશ થઈને રેવતી ત્યાંથી ચાલી ગઈ. સમય જતાં મહાશતકે ૧૧ પ્રતિમા ધારણ કરી, તપ કરતાં તેમનું શરીર દુર્બળ થયું એટલે મહાશતકે સંથારે કર્યો. આત્માના શુભ ધ્યાનમાં પ્રવર્તતાં મહાશતકને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું.
ફરી પાછી રેવતી, મદિરામાં ચકચુર બનીને મહાશતક પાસે આવી, અને પોતાની સાથે ભોગ ભોગવવાનું મહાશતકને કહ્યું. મહાશતકે જવાબ ન આપે. તેથી વારંવાર તે કહેવા લાગી. આથી મહાશતકને ક્રોધ ચડ્યો, તેમણે રેવતીને કહ્યું, હે માંસભક્ષી રેવતી, આજથી તું સાતમે દિવસે રોગગ્રસ્ત થઈને મરણ પામીશ, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com