________________
૨૪૯
ચરતા દૂર જતા રહ્યા. ભરવાડે આવીને પૂછ્યું, હે જોગી, મહારા બળદો કયાં છે? પણ ધ્યાનસ્થ પ્રભુ શાના ઉત્તર આપે ! ભરવાડે ધાર્યું કે આ ધૂતારાએ જરૂર મારા બળદો સંતાડ્યા હશે, તેમ માની તેને ઘણે ક્રોધ ચડ્યો અને પ્રભુના કાનમાં વૃક્ષના ખીલા ઠેકયા. આથી પ્રભુને દારૂણ વેદના થઈ, છતાં પ્રભુએ તેના પર જરા પણ રેષ કર્યો નહિ. ઘણા દેવોએ તેમને સહાય આપવા માટે કહ્યું. પણ પ્રભુએ કહેલું કે તીર્થકરે કોઇની સહાય ઈચછતા નથી. આવી રીતે પ્રભુએ સાડાબાર વર્ષ અને એક પખવાડીયા સુધી સખ્ત તપ જપ ધ્યાન ધર્યું. તેટલી મુદતમાં તેમણે માત્ર ૩૪૯ દિવસ જ આહાર લીધે હિતે. એક ઉપવાસથી માંડીને છ છ માસ સુધીના ઉપવાસ કર્યા હતા. એક અભિગ્રહ પાંચ માસ પચીસ દિવસનો થયો હતો. જે ચંદનબાળાએ પૂરે કરાવ્યો હતો. આવી ઘોર તપશ્ચર્યા કરી પ્રભુ મહાવીર વૈશાક શુદિ ૧૦ મે જંક ગામની બહાર આવેલી
જુવાલિકા નામની નદીના તટ ઉપર કૈવલ્ય જ્ઞાન, કૈવલ્ય દર્શનને પામ્યા. ત્યારબાદ જગત જીવોના કલ્યાણ માટે ઉપદેશ શરૂ કર્યો. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર તીર્થની સ્થાપના કરી અને જગતમાં અહિંસા, સત્ય, દયા, પરેપકાર, ક્ષમા, બ્રહ્મચર્ય, ઐક્ય એ ઉત્તમ તાનું સ્વરૂપ બતાવી જગતને કલ્યાણને પંથે વાળવાને રસ્તો બતાવ્યું. પ્રભુ મહાવીર આ જૈનશાસનના છેલ્લા તીર્થંકર થયા. તેમના પરિવારમાં ઈદ્રભૂતિ (ગૌતમ) પ્રમુખ ૧૪૦૦૦ મુનિ, ચંદનબાળા પ્રમુખ ૩૬ ૦૦૦ સાધ્વી, શંખજી, શતક પ્રમુખ ૧૫૯૦૦૦ શ્રાવક, સુલસા, રેવતી પ્રમુખ ૩૧૮૦૦૦ શ્રાવિકા, ૭૦૦ કેવળજ્ઞાની, ૭૦૦ વૈકેયી લબ્ધિધારી, ૧૩૦૦ અવધિજ્ઞાની, ૫૦૦ મન:પર્યવજ્ઞાની, ૩૦૦ ચૌદ પૂર્વધારી વગેરે હતા. તેમણે જૈન ધર્મને દેશ પરદેશમાં વિજય વાવટો ફરકાવ્યો અને ૩૦ વર્ષ કેવલ્ય પ્રવજ્યમાં રહી પ્રભુ મહાવીર ૭૨ વર્ષની ઉમ્મરે આશો વદિ ૦)) ને દિવસે શુકલ ધ્યાનને ભાવતાં નિર્વા
શુપદને પામ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com