________________
૨૫૩
થયે છ વદિ અષ્ટમીએ પ્રભુનો જન્મ થયો. ૫૬ કુમારિકા દેવી
એ સૂતિકાકર્મ કર્યું. ઈકોએ જન્મોત્સવ ઉજવ્યો. ગર્ભસમય દરમ્યાન સુમિત્ર રાણું સારાં વતવાળા થયા હતા, તે પરથી પુત્રનું “મુનિસુવત’ એવું નામ પાડયું. યૌવન પ્રાપ્ત થતાં મુનિ સુવતકુમારે પ્રભાવતી આદિ અનેક રાજકન્યાઓ સાથે પાણગ્રહણ કર્યું. પ્રભાવતીને એક સુવ્રત નામે પુત્ર થયો હતો. સાડા સાત હજાર વર્ષની ઉંમરે મુનિસુવ્રત પિતાની ગાદીએ બેઠા. સાડા સાત હજાર વર્ષ રાજ્ય ભોગવ્યું. તે પછી વરસી દાન આપી તેમણે એક હજાર પુરૂષો સાથે ફાગણ શુદિ આઠમે સંયમ ગ્રહણ કર્યો. ૧૧ માસ છદ્મસ્થપણામાં રહ્યા પછી પ્રભુને ફાગણ વદિ બારશે કૈવલ્યજ્ઞાન થયું.
મુનિસુવ્રત સ્વામીના સંધ પરિવારમાં ૩૦ હજાર સાધુઓ, ૫૦ હજાર સાધ્વીઓ, ૧૭૨ હજાર શ્રાવકે અને ૩૫૦ હજાર શ્રાવિકાઓ હતા. ૧૫૦૦૦ વર્ષ ચારિત્ર પાળી ૩૦ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી એક માસના અનશને, સમેતશિખર પર એક હજાર પુરૂષો સાથે પ્રભુ જેઠ વદિ ૯ના રોજ સિદ્ધ થયા.
૧૮૧ મૃગાપુત્ર. (વૈરાગ્યવંત) સુગ્રીવ નામનું નગર હતું. ત્યાં બળભદ્ર નામે રાજા હતો. તેની રાણુનું નામ મૃગાવતી. તેને એક પુત્ર થયો. નામ મૃગાપુત્ર. રાજ્યની સમૃદ્ધ સામગ્રીઓના ઉપભોગથી વૃદ્ધિ પામતા મૃગાપુત્ર બાલ્યાવસ્થા વિતાવી યુવાવસ્થાને પામ્યા. ત્યારે તેઓ અનેક રાજકન્યાને પરણ્યા અને તેમની સાથે સુખ ભોગવતા સમય પસાર કરવા લાગ્યા.
મધ્યાહને સમય છે, મૃગાપુત્ર જમી પરવારી પોતાના રાજ્ય મહેલની એક અટારીમાં બેસી નગરની ચર્ચા જઈ રહ્યા છે, આવતાં જતાં મનુષ્યો તરફ નિહાળે છે. તેવામાં ત્યાં આગળથી પસાર થતાં
એક મહાન આત્મ યેગી મુનિવર તેમના જેવામાં આવ્યા. મુનિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com