________________
૨૬૪
S
જવા લાગ્યાં. સુખ વૈભવમાં મગ્ન રહેલા મેઘકુમારે રાજ્યભુવનની અટારીમાંથી આ દૃશ્ય જોયું. અરૂચીને પૂછતાં જાણ્યું કે પ્રભુ મહાવીરનાદન કરવા માનવ મેદની જાય છે. મેશ્વકુમાર હ પામ્યા. સત્વર સ્નાન કરી વસ્ત્રાભુષણા પહેરી, સમુદાય સહિત પ્રભુના દર્શન કરવા નીકળ્યા. ઉદ્યાનમાં જઈ, એ ચરમતીર્થંકર શ્રી મહાવીર પ્રભુને ત્રણવાર પ્રદક્ષિણા દઈ મેધકુમારે ભાવયુક્ત વંદન કર્યું. શ્રી જગન્નાયક દેવે શ્રુત, ચારિત્ર, ધર્મની દેશના આપી. મિથ્યાત્વ, અવૃત, કષાયથી જીવ બંધાય છે અને જ્ઞાન ચારિત્રની વિશુદ્ધ ક્રિયાઓથી જીવ મુક્ત દશાને પામે છે, એવા પ્રભુના અપૂર્વ ઉપદેશથી પરિષદ્ રજિત થઈ સ્વસ્થાનકે ગઈ. મેઘકુમાર પ્રભુની અદ્ભુત વાણી સાંભળી અત્યંત હર્ષ પામ્યા, અને નમસ્કાર કરી પ્રભુ પ્રત્યે એ હાથ જોડી ખેાલ્યા:-હે પ્રભુ, મને નિર્ગથના પ્રવચનની શ્રદ્દા થઈ છે, તે પ્રત્યે સંપૂર્ણ રૂચિ થઈ છે. કિંતુ હે નાથ, મારા માતાપિતાની આજ્ઞા લઈને હું આપની પાસે દીક્ષિત થઈશ. એટલું કહી મેધકુમાર ઉચા, પ્રભુને વંદન કર્યું અને પરિવાર સહિત સ્વસ્થાનકે ગયા.
ત્યાંથી મેઘકુમાર સત્વર માતાપિતા પાસે આવ્યા, અને સ વાત નિવેદન કરી. દીક્ષા લેવાની વાત સાંભળતાં ધારિણીદેવીને પારાવાર દુ:ખ થયું. ગાત્રા શિથિલ થવા લાગ્યાં, શરીર કપવા લાગ્યું, અને પુત્ર વિયાગ થશે એવા દુ:ખાત્પાદક વિચારામાં એકદમ સૂષ્ઠિત થઈ ને જમીન પર તે ઢળી પડી. દાસદાસીઓ એકઠાં થઈ શિતળ જળ છાંટી ઉપચાર કરવા લાગ્યાં. કેટલીક વારે તે સાવધ થઈ ને આક્રંદ અને વિલાપ કરતી મેધકુમાર પ્રત્યે કહેવા લાગી. ‘પ્રાણથી પણુ અધિક પ્રિય હે પુત્ર, હારા ક્ષણ માત્ર વિયાગ મારાથી સહન નહિ થઈ શકે, જ્યાં સુધી મારા દેહમાં પ્રાણ છે, ત્યાં સુધી તમે આ મનુષ્ય સંબંધીના કામ ભાગ સુખે સુખે ભાગવા. આ વિપુલ રાજ્ય લક્ષ્મી, અનુપમ સાંદર્યવાન લલનાઓના ઉપભેાગમાં અમૂલ્ય માનવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
'