________________
૧૪૩ તે રાજા પેલી દુર્ગધમય ખાઈ પાસે થઈને નીકળ્યો. ખાઈની દુર્ગધીથી રાજાએ નાક આડું વસ્ત્ર ધર્યું અને આગળ જઈને પ્રધાનને કહ્યું કે આ ખાઈનું પાણી દુર્ગધવાળું છે. કેમ ખરું કે નહી? પ્રધાને જવાબ આપે કે પુગળને સ્વભાવ છે તેમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ નથી. રાજાને આ સાંભળી નવાઈ લાગી. તેણે કહ્યું કે પ્રધાનજી, તમે કદાગ્રહી છે. પ્રધાને વિચાર્યું કે રાજા જિનપ્રણિત ભાવને જાણતા નથી. માટે તેમને સમજાવવાં. પ્રધાને કુંભારને ત્યાંથી ઘડો મંગાવ્યો અને સંધ્યાકાળે, જે વખતે માર્ગ શાંત હતો, અને મનુષ્યોના પગરવને સંચાર ન હતા, તે વખતે પોતે પેલી દુર્ગધી ખાઈની પાસે ગયે અને તેમાંથી પેલા ઘડામાં પાણું ભર્યું. તેમાં રાખ નાખીને ઘડાને બંધ કર્યો, અને સાત દિવસ સુધી રાખો. ત્યારબાદ તેમાંનું પાણી ઠલવીને બીજા ઘડામાં નાખ્યું અને તેમાં રાખ નાખીને ઘડાને બંધ કરી સાત દિવસ સુધી રાખ્યા. એમ વારંવાર કરતાં સાત અઠવાડીયા સુધી પાણી બદલાવ્યા કર્યું. પરિણામે તે પાણી આરોગ્યકારી, સ્વચ્છ સ્ફાટિક રત્ન સમાન, દુર્ગધ વગરનું બની ગયું. પછી સુબુદ્ધિપ્રધાને માણસને કહ્યું કે આ પાણી જિતશત્રુ રાજાને ભેજન વખતે આપજે. માણસોએ તે પ્રમાણે કર્યું. રાજાએ પાછું પીધું અને ઘણું જ વિસ્મય પામ્યા અને કહ્યું કે આ પાણું ઘણું જ આનંદકારી છે. કયાંથી લાવ્યા? માણસોએ કહ્યું કે આ પાણી અમને સુબુદ્ધિપ્રધાને આપ્યું છે. રાજાએ પ્રધાનને બોલાવીને પૂછ્યું. ત્યારે પ્રધાને કહ્યું કે આ પેલી ખાઈનું પાણી છે. રાજાએ માન્યું નહી. પ્રધાને સર્વ હકીકત કહી. છતાં રાજાને વિશ્વાસ ન આવ્યો તેથી રાજાએ માણસો દ્વારા ખાઈનું પાણી મંગાવ્યું અને ઘડામાં ભરી સ્વચ્છ કરાવ્યું. તે પાણું સ્વચ્છ, પીવા યુગ્ય થયું. રાજા આશ્ચર્ય પામ્યો. પ્રધાને જિનપ્રણિત ધર્મ સંભળાવ્યો. રાજા તે સાંભળી બારવ્રતધારી શ્રાવક છે. કેટલાક સમય બાદ કઈ સ્થવીર મહાત્મા ચંપાનગરીમાં પધાર્યા. સુબુદ્ધિપ્રધાન અને છતશત્રુ રાજા વંદન કરવા ગયા. મુનિએ ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com