________________
૧૭૦
૧૨૮ દેવકી. દ્વારિકાના ઉગ્રસેન રાજાના ભાઈ દેવકરાજાની તે પુત્રી હતી. તેનું લગ્ન દ્વારિકાના અંધવિષ્ણુના પુત્ર વસુદેવ સાથે થયું હતું. તેના કાકાના દીકરા કંસને તેના પર વધારે પ્રેમ હતે. અતિમુક્ત મુનિદ્વારા કહેવામાં આવેલું કે દેવકીનો સાતમો ગર્ભ કંસને મારશે. આ પ્રમાણે કરો જાણ્યાથી દેવકીની સુવાવડે પિતાને ત્યાં કરાવવાને તેણે પ્રબંધ કર્યો. દેવકીના પ્રથમના અનિકસેન વગેરે છ બાળકો દેવના સાહરણથી સુસાને ત્યાં મૂકાયા હતા અને વૃદ્ધિ પામી શ્રી નેમનાથ પાસે તેઓએ દીક્ષા લીધી હતી. દેવકીજી તે જાણતી હતી કે પિતાને મૃત બાળકેજ જમ્યા છે. ત્યારબાદ સાતમા બાળક શ્રીકૃષ્ણનું પણ દેવ વડે સાહરણ થયું અને તે ગેકુલમાં ઉછર્યા. ત્યાર પછી શ્રીકૃષ્ણ જ્યારે દ્વારિકાના રાજા થયા અને અનિકસેનાદિ છે પુત્રો સાધુવેશે દેવકીને ત્યાં ગૌચરી અર્થે પધાર્યા, ત્યારે તેઓનું સમાન રૂપ આદિ જોઈ દેવકીના શરીરમાંથી પુત્ર પ્રેમ પ્રુરી આવ્યું. આ વાતને ભેદ જ્યારે ભગવાન નેમનાથે દેવકીને કહ્યો, ત્યારે તેને પુત્રને રમાડવા, હસાવવા વગેરેનું સદ્ભાગ્ય પ્રાપ્ત ન થવાથી, પશ્ચાત્તાપ થયા. દેવકીની આ ચિંતા ટાળવા શ્રીકૃષ્ણ દેવનું આરાધન કર્યું, અને દેવદ્વારા જાણવામાં આવ્યું કે તેને એક પુત્ર થશે, આથી દેવકી આનંદ પામી. આખરે તેણે ગજસુકુમાર નામે મહા ભાગ્યશાળી પુત્રરત્નનો જન્મ આપ્યો, દેવકોએ બાળકને રમાડવાનો પોતાનો મહદભિલાષ પૂરે કર્યો. ત્યારબાદ દ્વારિકાનગરી બળી, અને દેવકી પિતાના પતિ વસુદેવ સાથે રથમાં બેસી ત્વરાએ નગરીની બહાર નીકળતી હતી, તેવામાં એકાએક દરવાજે તૂટી પડવાથી તે ચગદાઈને મૃત્યુ પામી.
૧૨૯ દેવાનંદા. બ્રાહ્મણકુંડ નગરમાં ઋષભદત્ત બ્રાહ્મણની તે પત્ની હતી. ભગવાન મહાવીરદેવ દશમા દેવલોકથી એવી તેની કુક્ષિમાં ઉત્પન્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com