________________
નવ માસે પુત્રને પ્રસવ થયો. દેવે પુત્ર આપે એવી માન્યતાથી તેનું નામ “દેવદત્તકુમાર' પાડયું. કેટલાંય વર્ષે તેને પુત્ર સાંપડયાંથી તેના આનંદને પાર હેત. પુત્રને વિવિધ વસ્ત્રાલંકારે, આભરણ પહેરાવવામાં તે બહુ જ આનંદ માનતી. એક વખત ભદ્રાએ તેના પંથક નામના દાસપુત્રની સાથે આ દેવદત્ત કુમારને પુષ્કળ આભુપણ પહેરાવી રમાડવા માટે બહાર મોકલ્યો. પંથક નામનો દાસ કેટલાક બાળક સાથે કુમારને બાળક્રિડા કરાવવા માટે લઈ ગયા.
કુમાર અહિંતહિં ફરતો હતો. પંથકની નજર અન્ય બાળકે તરફ હતી. તે તકનો લાભ લઈ તે ગામમાં વસનાર અને ચૌર્યકળામાં પ્રવિણ એવો વિજય નામનો ચોર ત્યાં આવ્યો. દેવદત્ત પર ઘરેણાં જોઈને તેનું મન મૂછિત થયું, એક તરફ રમતા આ દેવદત્ત કુમારને એકદમ ઉપાડીને ચેર ત્યાંથી પલાયન કરી ગયા. એક બગીચા પાસે આવી તે બાળકના શરીર પરથી ઘરેણાં ઉતારી બાળકને તેણે મારી નાખ્યું અને પાસેના એક કૂવામાં તેનું શબ ફેંકી દઈ ચોર પિતાના રહેવાના સ્થાને ચાલ્યા ગયે.
થોડીવારે દેવદત્તને સાચવનાર પંથકે દેવદત્ત તરફ જેવા માંડયું તે ત્યાં દેવદત્તને જે નહી પંથકને ધ્રાસકો પડ્યો. આમ તેમ તેની તપાસ કરવા માંડી, પણ ક્યાંઈ તે બાળકને પત્તો લાગે નહિ. પંથક નિસ્તેજ અને શોકાતુર વદને ઘેર આવ્યું અને કુમાર ગુમ થયાની વાત જણાવી. વાત સાંભળતાં ધનો મૂછગત થઈને ધરણી પર ઢળી પડ્યો. ભદ્રા દેડી આવી, તેના દુ:ખને પણ પાર ન રહ્યો. આમ આભ તૂટી પડે છે તેવું તેને લાગ્યું. ધો શુદ્ધિમાં આવ્યા બાદ કેટવાળ પાસે ગયો, પુષ્કળ દ્રવ્યની ભેટ ધરી અને કુમારને શોધી આપવા કેટવાળને કહ્યું. કોટવાળ હથીયારે લઈ કુમારની શોધમાં નીકળી પડે. નગરી બહાર ઉદ્યાન પાસે
એક કૂવામાં તે બાળકનું મૃત શરીર જેવામાં આવ્યું ત્યાંથી કુમારને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com