________________
૨૩૩
ઉદાયનની સ્ત્રી પદ્માવતી પર તે આશક્ત થયા. એક વાર પદ્માવતી સાથે બૃહસ્પતિદત્તને ભાગ ભાગવતા ઉદાયને જોયા. આથી તે અત્યંત ક્રોધે ભરાયા અને બૃહસ્પતિદત્તને શૂળીએ ચડાવવાના હુકમ કરમાવ્યા.
બૃહસ્પતિદત્તને શૂળી પર ચડાવવામાં આવ્યો. તે ઘણાજ આક્રંદ વિલાપ કરવા લાગ્યા. પણ ‘કમ કોઈ ને છેડતું નથી. ' એ ન્યાયે તે ત્યાં મરણ પામ્યા અને પહેલી નરકમાં ગયા. ત્યાંથી નીકળી, અનંત સંસાર પરિભ્રમણ કરી આખરે તે કમ રહિત થશે. ૧૬૭ મહુપુત્રી દેવી.
વારાણસી નગરીમાં ભદ્ર નામે સાવાને સુભદ્રા નામે સ્ત્રી હતી. તે ઘણી જ સુકામળ અને સૌન્દર્યવાન હતી. તેને ત્યાં રિદ્ધિ-સિદ્ધિ પણ ધણી હતી. પરંતુ સુભદ્રાને એકે પુત્ર કે પુત્રી ન હતી, તેથી તે રાજ આ ધ્યાન ધરતી હતી. તે સમયે સુત્રતા નામના સાધ્વીજી તેને ત્યાં પધાર્યાં. સુભદ્રા હ` પામી. તેણે સાધ્વીજીને ભાવયુક્ત વંદણા કરી નિર્દેૌષ આહારપાણી વહેારાવ્યાં. ત્યારબાદ સુભદ્રાએ સાધ્વીજીને પૂછ્યું: હે સતીજી, મ્હારે પૂના પાપના ઉદયે એકે પુત્ર પુત્રી નથી. માટે આપની પાસે વિદ્યામંત્ર હોય તો કૃપા કરી આપે, જેથી મને પુત્ર કે પુત્રીને પ્રસવ થાય. ત્યારે સાધ્વીજીએ જવાબ આપ્યા. હું ભદ્રા, અમે નિગ્રંથિની છીએ. અમારે આવી વાત સાંભળવી પણુ કલ્પે નહિ, તેા પછી તેને ઉપાય તે। શી રીતે બતાવી શકાય ? તમે કહો તા તમને સત્ત પ્રણિત ધર્મ સંભળાવીએ. સુભદ્રાએ ઈચ્છા બતાવી, તેથી સાધ્વીજીએ તેને ધમ સંભળાવ્યા, તે ધર્મ પામી અને ખારવ્રતધારી શ્રાવિકા બની.
ઘણા કાળ વીતી ગયા, છતાં સુભદ્રાને કઈ પ્રસવ થયા નહિ. એકદા ધર્મ જાગરણ જાગતાં સુભદ્રાને દીક્ષા લેવાના ભાવ થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com