________________
૨૪૦
દાદા પ્રથમ તીર્થકર, મારા પિતા પ્રથમ ચક્રવર્તી, અને હું પ્રથમ વાસુદેવ; તેમજ ચક્રવર્તી અને તીર્થંકર થઈશ! આ અભિમાનને લીધે ભરિચિએ ત્યાંજ નીચ ગોત્ર કર્મ ઉપાર્જન કર્યું. તેમણે ઘણા ભો કર્યો અને નીચ ગાત્ર કર્મનું ફળ તેમણે મહાવીરના ભાવમાં શિક્ષક કુળમાં ઉત્પન્ન થઈને ભગવ્યું. મરિચિ તે પછી કાળધર્મ પામીને પાંચમા બ્રહ્મદેવલેકમાં ગયા.
૧૭૪ મરુદેવી માતા અયોધ્યા નગરીમાં ત્રીજા આરાના યુગલ યુગમાં નાભિરાજા અને ભરૂદેવી એકી સાથે (જેડલે) જન્મ્યા હતા. નિયમ મુજબ બંનેએ વિવાહ કર્યો. તેમને એક યુગલ અવતર્યું, તે ઋષભદેવ અને સુમંગલાના નામથી પ્રસિદ્ધ થયું. ભ. ઋષભદેવે દીક્ષા લીધી, ત્યારથી ભરૂદેવી પુત્રમેહને લીધે ઘણા શોકમાં રહેતા; ને વારંવાર ભરતને ભગવાનની સારસંભાળ રાખવાનું સૂચન કરતા. જ્યારે પ્રભુને અધ્યામાં કૈવલ્યજ્ઞાન થયું ત્યારે મરૂદેવી માતાને હાથી પર બેસાડી ભરત મહારાજા પ્રભુની સુખસાહ્યબી બતાવવા લઈ ગયા. ત્યાં સમવસરણની અપૂર્વ રચના જોઈ સંસારની અસારતાનું મરૂદેવીને ભાન થયું. તેઓ ભાવનાના પ્રવાહમાં વન્યા, અનુક્રમે ક્ષેપક શ્રેણિમાં પ્રવેશતાં હાથી પરજ તેમને કૈવલ્યજ્ઞાન થયું; અને તેઓ મેક્ષમાં ગયા.
૧૭૫ મલ્લીનાથ જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં વિતશેકા નામની રાધાની હતી. તેમાં બળ રાજા રાજ્ય કરતા હતા, તેને ધારિણી પ્રમુખ એક હજાર રાણીઓ હતી. ધારિણી દેવીને મહાબળ નામને કુમાર હિતે. તેને રૂપ, સૌન્દર્યવાન પાંચ રાજ્યકન્યાઓ પરણવવામાં આવી હતી. તેમની સાથે મહાબળ મનુષ્યના કામભોગ સંબંધીનું સુખ ભોગવત રહેતા હતા. એકદા ધર્મઘોષ નામના સ્થવર તે નગરીના ઉઘાનમાં પધાર્યા. પરિષદ વંદન કરવા ગઈ. બળરાજા પણ વંદન કરવા આવ્યો. મુનિની દેશનાથી રાજા વૈરાગ્ય પામ્યો અને મહાબળને રાજ્ય સેપી દીક્ષા લઈ ચાલી નીકળ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com