________________
૨૪૬
પ્રાયશ્ચિત લઈ કૈવલ્યજ્ઞાન પામી તેઓ મેક્ષમાં ગયા. મહાપ ત્યારબાદ દીક્ષા લીધી અને સખ્ત તપશ્ચર્યા શરૂ કરી. છેવટે ૩૦ હજાર વર્ષનું આયુષ્ય ભોગવી મહાપ કૈવલ્યજ્ઞાન પામી મેક્ષમાં ગયા.
૧૭૭ પ્રભુ મહાવીર, મગધ દેશના ક્ષત્રિયકુંડ નગરમાં સિદ્ધાર્થ રાજાની રાણું ત્રિશલાદેવીની કુક્ષિએ શ્રી મહાવીર પ્રભુ આજથી લગભગ અઢી હજાર વર્ષ પહેલાં ચિત્ર શુદિ તેરસે જન્મ્યા હતા. મહાવીર પ્રભુને જન્મ થવાથી રાજ્યમાં અગણિત ધન ધાન્યની વૃદ્ધિ થઈ તેથી તેમનું નામ વર્ધન માનકુમાર પાડવામાં આવ્યું. પ્રભુ મહાવીરના છ ઋષભદેવ ભગવાનના વખતમાં ભરતપુત્ર મરિચીના ભાવમાં પિતે વાસુદેવ, ચક્રવર્તી તથા તીર્થંકર થશે, તેનું અભિમાન કર્યું હતું, તેથી તેઓ બ્રાહ્મણકુંડગ્રામમાં રૂષભદત્ત બ્રાહ્મણને* ત્યાં તેની દેવાનંદા બ્રાહ્મણના ગર્ભમાં ઉત્પન્ન થયા હતા. પરંતુ તીર્થંકરે કદાપિ ભિક્ષુક કુળમાં જન્મ પામે નહિ, તેથી હરિણગમેલી દેવે પ્રભુ મહાવીરના જીવનું ૮૩મી રાત્રિએ દેવાનંદાની કક્ષિમાંથી સાહરણ કર્યું, અને તે ગર્ભ ત્રિશલાદેવીની કુક્ષિમાં મૂકે, અને ત્યાં પ્રભુ મહાવીરને જન્મ થયો. (આમ ગર્ભ ઉલટાવવામાં પણ હરિણગમેષી દેવને હેતુ હતું. માત્ર અન્યાય જ ન હતો. કારણ કે પૂર્વે દેવાનંદા અને ત્રિશલા બને દેરાણી જેઠાણુ હતા અને દેવાનંદાએ પોતાની દેરાણી ત્રિશલાને રત્નને કરંડી છાને માન ચેરી લીધો હતો. ત્રિશલાના છે તે વખતે ઘણું કહ્યું, છતાં દેવાનંદાએ તે રત્નને કરંડી પાછો આયો નહિ; પણ પચાવી પાડ્યો. તે નિકાચિત કમને આ વખતે ઉદય આવવાથી દેવાનંદાને રત્નસમાન પ્રભુ મહાવીરનો જીવ દેવે સાહરણ કર્યો.) ગર્ભમાં ત્રિશલા ભાતાને દુઃખ
* તીર્થકર હમેશાં ક્ષત્રિયકુળમાં જ જન્મે છે. શાસ્ત્રકારોએ બ્રાહ્મણકુળને ભિક્ષુકકુળ ગણ ભ. મહાવીરના સંબંધમાં અનંતકાળે આ અહેવું (આશ્ચર્ય) થયું માન્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com