________________
૨૪૫
જેવાને પણ સ્ત્રીપણું પ્રાપ્ત થયું અને જેનાગમમાં એક અછેટું ગણાયું. માટે માયાથી વિરક્ત બનવાને આ વાર્તા સૌ કોઈને બેધ આપે છે.
૧૭૬ મહાપ. ગજપુર નગરમાં પડ્યોત્તર નામે રાજા હતા. તેમને જ્વાલા નામની રાણી હતી. તેમને બે પુત્રો થયા. ૧ વિષ્ણકુમાર, ૨ મહાપદ્મ. વિષ્ણુકુમારે પિતાની હયાતિમાં જ દીક્ષા લીધી હતી. જ્યારે મહાપ મહા સમર્થ હેઈ નવમા ચક્રવર્તી થયા. પિતાએ પણ દીક્ષા લેવાથી તેઓએ રાજ્યાસને આવી છખંડની સાધના કરી. તેમને નમુચી નામે એક પ્રધાન હતા. તે જૈન ધર્મનો ઠેષી હતા. એકવાર તે પ્રધાન થયા પહેલાં ધર્મ નામના રાજાની યવંતી નામક નગરીમાં સુવ્રત નામના આચાર્ય સાથે ધર્મચર્ચા કરવા ગયો હતો, ત્યાં તે પરાજય પામે, તેથી તેણે રાત્રિને વખતે તે મુનિને સંહાર કરવાનો વિચાર કર્યો, પરંતુ શાસનદેવના પ્રભાવે તે તે સ્થળે સ્થંભી ગયો. સવાર થતાં લેકેએ તેને તિરસ્કાર કર્યો; રાજાએ ત્યાંથી તેને કાઢી મૂકે; આગળ જતાં તે મહાપ ચક્રવર્તીને પ્રધાન થે. અહિં તેણે યમદુર્ગ નગરના બળસિંહ નામક માંડલિક રાજાનું બંડ સમાવ્યું, તેથી પ્રસન્ન થઈને ચક્રવર્તીએ તેને ઈનામ માગવાનું કહ્યું. તે ઈનામ પ્રસંગે માગી લેવાનું પ્રધાને જણાવ્યું. એ અરસામાં પેલા સુવતાચાર્ય તે નગરમાં પધાર્યા એટલે પેલું વચન યાદ કરી પ્રધાને પિતાને માત્ર ૭ દિવસનું રાજ્ય આપવાનું ચક્રવર્તીને કહ્યું. મહાપદ્મે તે કબુલ કર્યું. પ્રધાને એક મે યજ્ઞ આરંભ્યો, તે વખતે તેણે સુવતાચાર્ય પાસે ભેટયું માગ્યું; પણ જેન મુનિ પાસે શું હોય ? એટલે પ્રધાને તેમને પોતાના રાજ્યની હદ છોડી જવાનું કહ્યું. આ વખતે ચક્રવર્તીના ભાઈ વિષ્ણુકુમાર, જેઓ સાધુ થયા હતા તેઓ ત્યાં હતા, તેમણે પિતાની લબ્ધિ વડે નમુચી પ્રધાનને જમીનમાં દાટી દીધે. પાછળથી તેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com