________________
૨૪૩
ઘણા જ ગુસ્સે થયા અને દૂતને તેણે કાઢી મૂકયા. પરિણામે છએ રાજાઆ સંધી કરીને પેાતાનું લશ્કર લઈ કુ ંભરાજા પર ચડી આવ્યા અને નગરીને ધેરા ઘાલ્યા. કુંભરાજા લડયા, પરંતુ છ જણાના એકત્ર સૈન્ય સામે તેકાવી શક્યા નહિ, તેથી તે મહેલમાં પેસી શેક કરવા લાગ્યા.
મહીકું વરીએ વાત જાણી તેથી તેણે પિતા પાસે જઈ શાક નકરવાનું કહ્યું અને જણાવ્યું કે પિતાજી,તમે દૂત મેાકલી તે છએ રાજાઓને જણાવા કે હું તમને મલ્લીવરી આપીશ. અને તેને મિથિલા નગરીમાં પ્રવેશ કરાવી જે ગુપ્ત ઘર બનાવ્યું છે તેમાં રાખા. રાજાએ તે પ્રમાણે કર્યું. જ્યારે પેલા છ રાજાઓને ગુપ્તધરમાં લઈ જવામાં આવ્યા ત્યારે ઢાંકણાવાળી જે પ્રતિમા બનાવેલી તે દેખીને બધા મૂતિ થઈ ગયા, સાક્ષાત્ મીવરી માનીને તેના પ્રત્યે તેઓ અનિમેષ નજરે જોઈ જ રહ્યા.
ત્યારબાદ મહીકુંવરીએ પાછળથી તે પ્રતિમા પાસે આવીને તેનું ઢાંકણું ખાલી નાખ્યું, કે તરતજ તેમાંથી પારાવાર દુર્ગંધ છૂટી, તે સહન ન થઈ શકવાથી છ રાજાએ નાક આડું કપડું રાખોને પાછળ કરીને ઉભા રહ્યા; ત્યારે મલીકુંવરીએ કહ્યું. હે રાજા, તમે શા માટે નાક આડું વસ્ત્ર રાખા છે ? રાજાઓએ કહ્યું કે આ દુર્ગંધથી અમારાથી રહેવાતું નથી. મલીકુ ંવરીએ કહ્યું. આ સુવર્ણ પ્રતિમા છે તેમાં હું હંમેશાં એકેક પિંડ (કાળીયા) ખારાકના નાખતી. તેનાથી આટલી તીવ્ર દુર્ગંધ થઈ; તા વમન, પિત્ત, શુક્ર, રુધિર, ખરાબ શ્વાસ નિ:શ્વાસ, મૂત્ર, વિષ્ટાથી ભરેલાં આ ઉદારીક શરીરમાં કેટલી દુર્ગંધ હશે? વિચાર કરેા, હે રાજન, વિચાર કરા; અને તમે મનુષ્યના કામભોગમાં આશક્ત ન બને. આથી ત્રીજા ભવમાં આપણે મહાબળ પ્રમુખ સાત મિત્રા હતા, સાથે જન્મેલાં, સાથે જ દીક્ષા લીધી હતી. અને સરખા જ તપ કરતા હતા. પણ હું તમારાથી કપટભાવે એકેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com