________________
૨૩૯
સ્વપ્ન પાઠકએ રાણીને મહાભાગ્યશાળી પુત્રરત્ન સાંપડશે એવું સ્વપ્નનું ફળ કહ્યું. રાણીએ મઘવ નામના ત્રીજા ચક્રવર્તીને જન્મ આપો. યુવાવસ્થા પામતાં મઘવે છખંડ સાધ્યા. ત્યારબાદ સંયમ અંગીકાર કર્યો. પાંચ લાખ વર્ષનું આયુષ્ય ભોગવી તેઓ મોક્ષમાં ગયા.
૧૭૩ મરિચિ તેઓ ઋષભદેવ પ્રભુના જ્યેષ્ઠ પુત્ર ભરતરાજાના કુંવર હતા. તેમણે ઋષભદેવ પાસે દીક્ષા લીધી હતી, પરંતુ પાછળથી ઉનાળામાં તૃષા પરિષહ પડ્યો, તે સહન ન થઈ શકવાથી તેમણે જેનમુનિને વેશ છેડીને ત્રિદંડી તાપસનો વેશ ધારણ કર્યો. છતાં તેઓ જૈનધર્મના સિદ્ધાન્તોને જ ઉપદેશ આપતા અને સંસારથી કંટાબેલાઓને ભ. ઋષભદેવ પાસે મોકલતા. એક વખત મરિચિનું શરીર નરમ પડયું. ચાકરી કરનાર તેમને કઈ શિષ્ય ન હોવાથી, શિષ્ય કરવાની લાલચ થઈ તે વખતે તેમણે ત્યાગ લેનાર કોઈ એક ગૃહસ્થને કહ્યું કે મારી પાસે જ ધર્મનાં સાચાં તો છે, એમ કહી મરિચિએ મૃષા બોલી પિતાને સંસાર વધાર્યો.
કઈ એક પ્રસંગે ભ. ઋષભદેવ દેશના આપતા હતા. દેશના પૂરી થયા પછી ભરત મહારાજાએ પ્રભુને પૂછયું. ભગવાન, આ પરિષલ્માં કેઈ આપના જેવો મહાસમર્થ, મહાભાગ્યશાળી પુરૂષ છે? પ્રભુ બોલ્યા: “હા, તમારો મરિચિ નામને કુમાર, જે હાલ ત્રિદંડી વેશમાં વિચરે છે તે આ ચોવીસીમાં છેલ્લો તીર્થકર થશે. વળી તેજ મરિચિ “ત્રિપૃષ્ટ' નામને પહેલે વાસુદેવ થશે, તેમજ એજ મરીચિ મહાવિદેહ ક્ષેત્રમાં ચક્રવર્તી થશે.” આ સાંભળી ભરત મરિચિ પાસે આવ્યા અને વંદન કરીને બોલ્યાઃ હે મહાભાગ્યવાન, તમે વાસુદેવ, ચક્રવર્તી અને તીર્થંકર થશે. માટે હું તમને વંદન કરું છું. આ સાંભળી મરિચિના આનંદનો પાર રહ્યો નહિ. તે સાથે તેઓ અભિમાન રૂપી મદ હસ્તિએ ચડ્યા
અને નાચતા, કુદતા બોલ્યા –અહો, મારૂં કુળ કેવું શ્રેષ્ઠ છે! મારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com