________________
૧૩
૧૬૯ ભૃગુપુરાહિત
તે ઈચ્છુકાર રાજાના પુરાહિત હતા. તે નિલનીશુક્ષ્મ વિમાનમાંથી ચ્યવી અહિં ઉત્પન્ન થયા હતા. તેને જશા નામની પત્ની હતી. તેનાથી તેમને બે પુત્રો થયા. વેદાદિ શાસ્ત્રમાં પારંગત થયા પછી, અને પુત્રો દીક્ષા લેવા તત્પર થયા. તેમના ઉપદેશથી ભૃગુ પુરાહિતને પણ વૈરાગ્ય થયા અને તેણે દીક્ષા લીધી. દીક્ષા લઈ ખૂબ તપશ્ચર્યાં અને સંયમની આરાધનાને અંતે તેઓ કૈવલ્યજ્ઞાન પામી મેાક્ષમાં ગયા.
૧૭૦ ભદ્ર અળદેવ
દ્વારિકા નગરીમાં સુભદ્ર નામના રાજા હતા. તેમને સુપ્રભા નામની રાણી હતી. તેનાથી ભદ્ર નામના ત્રીજા બળદેવ થયા. તે સ્વયંભૂ નામના વાસુદેવના ભાઈ હતા. તેઓ દીક્ષા લઈ, ૬૫ લાખ વનું આયુષ્ય ભાગવી, વિમળનાથ પ્રભુના સમયમાં મેક્ષે ગયા. ૧૭૧ ભાજ વિષ્ણુ-અધક વિષ્ણુ
મથુરા નગરીમાં હિરવંશ કુળમાં સેર અને વીર નામના ખે ભાઈ એ હતા. જેમાં સારએ સોરિયપુર (શૌરિપુર.) અને વીરે સેાવીર નામનું નગર વસાવ્યું હતું. તે સેરિરાજાને અધક વિશ્વ નામે પુત્ર હતા, એ અંધક વિષ્ણુને ભદ્રા નામની રાણી હતી. તેનાથી તેમને સમુદ્રવિજય વગેરે ૧૦ પુત્રા તથા કુંતી અને માદ્રી એમ ખે પુત્રીઓ જન્મી હતી. જ્યારે વીર રાજાને ભાજવિશ્ર્વ નામે પુત્ર હતા. તે ભાજવિશ્વને ઉગ્રસેન, દેવક વગેરે પુત્રા થયા હતા. આખરે મેાજવિષ્ણુએ પેાતાનું રાજ્ય ઉગ્રસેનને સોંપી દીક્ષા લીધી હતી.
૧૭૨ મધવ ચક્રવર્તી
શ્રાવસ્તિ નગરીમાં સમુદ્રવિજય નામે રાજા હતા. તેમને ભદ્રા નામની સુશીલ રાણી હતી. એક રાત્રે રાણીએ ૧૪ સ્વપ્ન નિહાળ્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com