________________
૨૩૭
ઉપર ચડ્યો છું, નાના ભાઈને વંદન ન કરવું એ માન છે. માટે બરાબર છે. માન એજ મને નુકશાન કરે છે. એમ કહી બાહુબળજીએ ન્હાના ભાઈઓને વાંદવા જવા માટે જે પગ ઉપાડ્યો કે તરતજ તેમને કેવલ્યજ્ઞાન ઉત્પન્ન થયું.
હવે ભરતજી રાજ્યસન પર રહીને બહુજ ન્યાય અને નીતિપૂર્વક રાજ્ય ચલાવે છે. તેમનું રાજ્ય રામ રાજ્ય જેવું વખણાય છે. પ્રજા પણ સુખી છે. એકવાર ભરતરાજા સુંદર વસ્ત્રાલંકારે પહેરી પિતાનું રૂપ જેવા અરીસાભૂવનમાં જાય છે. અરીસામાં પિતાનું રૂપ ધારી ધારીને જુવે છે અને પોતાના રૂપની પ્રશંસા કરે છે, ગુણની પ્રશંસા કરે છે, અધિકારની પ્રશંસા કરે છે, તેવામાં તેમની નજર આંગળી તરફ ગઈઆંગળીમાં વીંટી પહેરવી ભૂલી ગયા છે. તેથી તેઓ વિચારવા લાગ્યા કે વીંટી વિના આ આંગળી કેવી ખરાબ લાગે છે? ત્યારે શું આ અલંકારેથી જ હું શોભાયમાન લાગું છું ? અલંકાર ન હોય તે શું હું ખરાબ લાગું ? જેવા તો દે. એમ ધારી તેમણે મુગટ, કુંડળ, હાર વગેરે એક પછી એક અલંકારો ઉતારી નાખ્યા. પછી શરીર સામે જોઈ તેઓ વિચારવા લાગ્યા. આ શરીર, આ રૂ૫, કેટલો ફેર? ત્યારે શું બાહ્ય વસ્તુમાંજ હું લોભાયો ? બહારના સુખમાંજ હું મેઘો ? ત્યારે ખરૂં સુખ કયું ? આત્માનું સુખ કયું ? વિચાર કરતાં જણાયું કે જ્ઞાન દર્શન અને ચારિત્ર એ જ આત્માનું ખરું સુખ છે. આ લક્ષ્મી, આ રાજવૈભવ, બધીયે ઉપાધિ માત્ર છે, તેને ત્યાગ શા માટે ન કરવો? અને ખરૂં અક્ષય સુખ કેમ ન મેળવવું? એમ વિચારતાં ચગદશામાં ભરતજી ચડડ્યા અને ત્યાં જ આરીસાભૂવનમાં તેમને કેવળજ્ઞાન થયું.
ધન્ય છે, ભારત અને બાહુબળ સમા ભડવીર મહાપુરુષોને હેમને આપણું વંદન હો! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com