________________
લોભને ખાતર ભાઈને મુષ્ટિ મારવી ઠીક નહિ, ભલે ભરતજી રાજ્ય ભોગવે. મહારે રાજ્ય જોઈતું નથી. ત્યારે શું આ ઉપાડેલી મુષ્ટિ વીર પુરુષો પાછી મૂકે ખરા ? એ પણ કાયરતાની નિશાની છે, તેમ ધારી તરત જ તે મુઠી વડે બાહુબળજીએ પિતાના માથાના કેશને
ચ કર્યો અને દીક્ષા લઈ ચાલી નીકળ્યા. તેમને રૂષભદેવ ભગવાનને વંદન કરવા જવાની ઈચ્છા થઈ. પણ તેમને વિચાર થયે કે રૂષભદેવ ભગવાન પાસે મારા નાના ભાઈઓએ દીક્ષા લીધી છે. અને નિયમ મુજબ મારે તેમને વંદન કરવું પડશે. હું તો મટે અને તેઓ નાના છે. તે હું તેમને શા માટે વંદન કરું? માટે ખૂબ તપશ્ચર્યા કરી તેમના પહેલા કેવળજ્ઞાન પામું. એવું અભિમાન બાહુબળજીને આવ્યું. આથી તેઓ ઘેર તપ કરવા વનમાં ગયા.
નહિ ખાવું, નહિ પીવું, ઉંચા હાથ, યોગધ્યાનની દશામાં. આવી રીતે કરતાં બાર બાર મહિના થઈ ગયાં. શરીર દુર્બળ બની ગયું. પક્ષીઓએ તેમના માથા પર માળા ઘાલ્યા છે, હાડકાંઓ ખાલી ખોખાં જેવા થઈ ગયાં છે, અને ખૂબ ઉગ્ર તપસ્યા થઈ છે, છતાં બાહુબળને કેવળજ્ઞાન થતું નથી.
રૂષભદેવ ભગવાને વાત જાણે. બાહુબળ માનના હેદ્દા પર ચળ્યા છે, તેથી તેમને જ્ઞાન થતું નથી. તેમ ધારી પ્રભુએ ભરત અને બાહુબળીના બહેન, બ્રાહ્મી અને સુંદરી જેઓ દીક્ષિત બની સાધ્વીજીઓ થયા હતા, તેમને બાહુબળ પાસે ઉપદેશ કરવા મોકલ્યા. આ બે મહાન સતીઓએ આવી બાહુબળજીને વંદન કરી કહ્યું
“વીરા મોરા, ગજથકી ઉતરે, ગજથકી કેવળ (જ્ઞાન) ન હેય.' વીરા મારા, ગજથકી ઉતરે. એટલું કહી બંને સાધ્વીજીએ ચાલી ગઈ. બાહુબળ આ સાંભળી ચમક્યા. વિચાર કર્યો કે હું તો હાથી ઉપર ચડ્યો નથી અને નીચે જમીન પર તપશ્ચર્યા કરું છું. છતાં આ સાધ્વીઓ આમ કેમ બોલ્યા. સાધ્વીજી જુઠું બોલે નહિ. એમ ધારી વિચાર કરતાં જણાયું કે હા, ખરેખર હું ભાન રૂપી હાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com