________________
૨૩૪
પતિની આજ્ઞા માગી. પતિએ અનુમતિ પ્રથમ આપી નહિ, પરંતુ સુભદ્રાએ હઠ પકડી. તેને સમજાવી ન શકવાથી છેવટે દીક્ષાની અનુમતિ આપી. સુભદ્રા સુવતા આર્યાજી પાસે દીક્ષિત બની અને સંયમમાં વિચારવા લાગી. દીક્ષિત થવા છતાં નાનાં બાળકે પ્રત્યેને તેને રાગ જરાયે ઓછો ન થયો. તે બાળકોમાં મૂછિત બની. અને નગરજનોનાં જ્યાં જ્યાં બાળકે દેખે, ત્યાં ત્યાં તે રમાડવા લાગી. ઉપાશ્રયમાં બાળકને દેખે તે તેને સ્નેહપૂર્વક રમાડે, કેટલાકના હાથપગ રંગે, કેટલાકના હોઠ રંગે, કેટલાકની આંખમાં કાજળ આંજે, કેટલાકને પોતાની ગાદમાં લઈ સુવાડે, કેટલાંકને ખવડાવે, દૂધ પીવડાવે. આવી રીતે પુત્ર પુત્રીઓમાં આસક્ત બનીને તે આનંદ મેળવવા લાગી. આ વાતની સુવ્રતા આર્યજીને ખબર પડવાથી તેને તેમ ન કરવા કહ્યું અને સાધુ–માર્ગનો પરિચય કરાવી તેને પ્રાયશ્ચિત લેવા કહ્યું, છતાં તેણે માન્યું નહિ. અને પુનઃ તે પ્રમાણે કરવા લાગી; તેથી અન્ય સાધ્વીજીઓએ સુભદ્રા આર્યાજીને સત્કાર કર્યો નહિ. સુભદ્રા સ્વછંદી બનીને તેમનાથી જુદી પડી, અને એક અલગ ઉપાશ્રયમાં એકાંત રહેવા લાગી. પરિણામે તે શિથિલાચારી બની ગઈ. આવી રીતે ઘણા વર્ષ સંયમ પાળીને, પંદર દિવસને સંથારે કરી સુભદ્રા કાળધર્મ પામી અને સુધર્મ દેવલોકમાં “બહુપુત્રી ' નામે વિમાનમાં દેવીપણે ઉત્પન્ન થઈ.
ભગવાન મહાવીર કહે છે કે તે બહુપુત્રીદેવી ત્યાંથી ચવીને જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં એક બ્રાહ્મણને ઘેર, સોમા નામની પુત્રીપણે અવતરશે. આ સમાને રાષ્ટ્રકંડ નામના એક બ્રાહ્મણ સાથે પરણાવવામાં આવશે. તેની સાથે સોમા ઘણું પ્રકારનાં સુખ ભોગવતી રહેશે. તેની સાથે વિષયસુખ ભોગવતાં ૧૬ વર્ષમાં તે ૩૨ બાળકોને જન્મ આપશે. આ બધા બાળકોની સારસંભાળ રાખતા તે પૂરેપૂરી કંટાળશે, પિતાના જીવતર પર તેને ધિક્કાર છૂટશે અને વંધ્યા સ્ત્રીને તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com