________________
૨૩૧
સુનંદાએ જે જેડકાને જન્મ આપ્યો તેના નામ ૧ બાહુબળી રે સુંદરી. જ્યારે તેઓ કળા શીખવાની ઉંમરે પહોંચ્યા ત્યારે શ્રી અષભદેવજીએ બ્રાહ્મોને ૧૮ જાતની લેખનકળા અને સુંદરીને ગણિત વિદ્યા શીખવી.
જ્યારે આદિનાથ પ્રભુએ પહેલ વહેલી ધર્મદેશના આપી, તે વખતે બાર પરિષદ્ પૈકીની મનુષ્યની પરિષદમાં બેઠેલા ભરતરાજાના ૫૦૦ પુત્રો તથા ૭૦૦ પાએ વૈરાગ્ય પામી પ્રભુના હાથથી દીક્ષા લીધી. તે વખતે બ્રાહ્મીએ પણ ભરતરાજાની આજ્ઞાથી દીક્ષા અંગીકાર કરી હતી. સુંદરીનું રૂપ અથાગ હતું. તેણીને પણ દીક્ષા લેવાની ઈચ્છા થઈ તેને બાહુબળીએ અનુમોદન આપ્યું, પરન્તુ ભરતને લાગ્યું કે જે સુંદરી પણ દીક્ષા લેશે, તે સ્ત્રીરત્ન બનાવે એવી સર્વોત્તમ-સદ્ગુણ સંપન્ન કોઈ સ્ત્રી નથી, એમ ધારી તેમણે રજા ન આપી. આથી સુંદરી ચિંતા કરવા લાગી. તેણે વિચાર્યું કે ખરેખર, મારું સુંદર સ્વરુપ જ મારા વિચારને આડે
આવે છે, માટે એ રૂપને નષ્ટ કરવું, જેથી ભરતજી પતે મને સ્ત્રીરત્ન થવાની ના પાડશે. આવો વિચાર કરી સુંદરીએ તપ કરવાને નિશ્ચય કર્યો.
એ અરસામાં ભરતરાજા છખંડ સાધવા માટે નીકળ્યા; અને તે છ ખંડ સાધતા તેમને સાઠ હજાર વર્ષ વીતી ગયા. આ તકનો લાભ લઈ સુંદરીએ દૂધ, દહીં, ઘી, તેલ, ગેળ અને કડા વિગય એ છ વસ્તુઓને ત્યાગ કર્યો, અર્થાત તેણીએ સાઠ હજાર વર્ષ સુધી આયંબિલ તપ કર્યો. આથી સુંદરીનું સુકેમળ અને સ્વરૂપવાન શરીર કરમાઈ ગયું. તેણે લેહી માંસ વગરના હાડપિંજર જેવી દેખાવા લાગી. ભરત મહારાજા ચક્રવર્તી બની રાજ્યમાં આવ્યા, તે વખતે સુંદરીને શિથિલ બનેલે દેહ જોઈ તેણીની વૈરાગ્ય દશાની તેમને ખબર પડી. આથી ભરતરાજાએ આનંદપૂર્વક સુંદરીને દીક્ષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com