________________
૨૦૮
પ્રભુએ સ્વયંમેવ ચારિત્ર અંગીકાર કર્યું. છ માસ છદ્મસ્થાવસ્થામાં રહ્યા પછી, પ્રભુએ છઠ કરીને વડ નીચે કાર્યોત્સર્ગ કર્યો, ત્યાં પ્રભુને ચૈત્ર શુદિ પૂર્ણિમાએ કેવળજ્ઞાન થયું. શ્રી પદ્મપ્રભુને ૧૦૭ ગણધરો હતા, તેમાં સુવત સૌથી મોટા હતા. તેમના શાસન પરિવારમાં ૩૩૦ હજાર સાધુઓ, ૪ર૦ હજાર સાધ્વીઓ, ર૭૬ હજાર શ્રાવકે, અને પ૦૫ હજાર શ્રાવિકાઓ હતા. કેવલ્યજ્ઞાન પ્રાપ્ત થયા પછી, એક લાખ પૂર્વમાં ૧૬ પૂર્વાગ અને છ માસ ઓછા, એટલો સમય ગમે ત્યારે પદ્મપ્રભુએ સમેત શિખર પર અનશન કર્યું. એક માસનું અનશન ભોગવી માગશર વદિ ૧૧ ના રોજ ૩૦૮ અનશનવાળા મુનિઓ સાથે પ્રભુ નિર્વાણ પહોંચ્યા. તેમનું એકંદર આયુષ્ય ૩૦ લાખ પૂર્વનું હતું.
૧૫૧ પદ્માવતી.
દ્વારિકા નગરીના શ્રીકૃષ્ણ રાજાને પદ્માવતી નામે રાણી હતી. એકવાર નેમનાથ પ્રભુ ત્યાં પધાર્યા. શ્રીકૃષ્ણ તથા પદ્માવતી વંદન કરવા ગયા. પ્રભુએ ધર્મબોધ આપ્યો. પદ્માવતી વૈરાગ્ય પામી ઘેર આવ્યા. ત્યાર બાદ શ્રીકૃષ્ણ પ્રભુને પૂછયું–હે ભગવાન ! આ દેવલોક સમી દ્વારિકા નગરીને નાશ શાથી થશે?
પ્રભુએ કહ્યુંઅદ્વૈપાયન નામના અગ્નિકુમાર દેવને કેપથી તારી નગરીને
* શાર્યપુર નગરની બહાર આશ્રમમાં પરાશર નામનો તાપસ હતા. તેણે યમુના દ્વીપમાં જઈ કેઈ નીચ કન્યા સાથે ભેગવિલાસ કર્યો. પરિણામે એક પુત્ર થયો તેનું નામ તૈપાયન. દ્વૈપાયન આગળ જતાં બ્રહ્મચારી પરિવ્રાજક થયો અને યાદવના સહવાસમાં મૈત્રીભાવથી રહેવા લાગ્યો. એકવાર શાંબ આદિ કુમારે મદિરામાં અંધ બન્યા અને તેઓએ કૈપાયનને મારી નાખ્યો. મરીને તે અગ્નિકુમાર દેવ થયા. અને ક્રોધના નિયાણાથી તેણે દ્વારિકા નગરીને બાળીને ભસ્મીભૂત કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com