________________
૨૨૧
કેશી–એક વાર એક પુરુષે રાંધવા માટે લાકડાં સળગાવ્યાં. પછી
તે કામસર કયાંય ગયો, ત્યારબાદ આવીને જોયું તે લાકડાં બુઝાઈ ગયેલાં, તેણે લાકડાને ફેરવીને ચોતરફ જોયું, પણ કયાંઈ અગ્નિ દેખાય નહિ. માટે હે રાજા, તું મુંઢ ન થા,
અને સમજ કે શરીર અને જીવ જુદાં છે. પ્રદેશી–મહારાજ! ક્ષત્રિય, ગાથાપતિ, બ્રાહ્મણ અને ઋષિ એ ચાર
પ્રકારની પરિષહ્માં તમે મને મુંઢ કહીને મહારું અપમાન
ન કરો. કેશી–હે પ્રદેશ, તમે જાણો છે, છતાં મારી સાથે વક્રતાથી
(આડાઈથી) કેમ વર્તે છે? પ્રદેશી–મહારાજ, મેં પ્રથમથી જ વિચાર કરેલો કે હું વક્રતાથી
વર્તીશ તેમ તેમ મને જ્ઞાનનો લાભ મળશે.
કેશી–રાજન, વ્યવહાર કેટલા પ્રકારને છે તે તમે જાણે છે ? પ્રદેશી–હા, ચાર પ્રકારને (૧) માગનારને આપે પણ વચનથી
સંતોષે નહિ. (૨) વચનથી સંતોષ પમાડે, પણ કંઈ આપે નહિ. (૩) આપે અને સંતોષ પમાડે, (૪) આપે નહિ અને સંતોષ પણ પમાડે નહિ. તેમાં આપે અને સંતોષે તે
ઉત્તમ અને છેલ્લે કનિષ્ટ છે. પ્રદેશ–પ્રભુ, હાથી અને કંથવાને જીવ પણ સરખો હશે ? કેશી–હા, રાજન, જેમ એક મકાનમાં દીવો મૂકી મકાન બંધ
કરે તે તેને પ્રકાશ બહાર નહિ આવતાં તે મકાનમાં જ રહે. વળી તે દીવા ઉપર ટેપલો ઢાંકી દે તે તે ટપલા જેટલી જ જગ્યામાં પ્રકાશ આપે, તેવી રીતે જીવ કર્મોદયથી
જે શરીરને બંધ કરે, તેટલામાં જ અવગ્રાહીને રહે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com