________________
૨૨૮
અશોક ઉદ્યાનમાં આવી આર્તધ્યાન ધરતા બેઠા છે, તેની પુંડરિકને ખબર પડી, તેથી તેઓ અંતઃપુર સહિત કુંડરિક પાસે આવ્યા અને બોલ્યા. અહે મહદ્ભાગી મુનિ, આપને ધન્ય છે કે આપ દીક્ષા લઈને આત્મકલ્યાણ કરે છે, હું તે અાગ્યવાન છું, પાપી છું કે મારાથી દીક્ષા લઈ શકાતી નથી. ઉપરના કથનને કુંડરિકે આદર ન આપ્યો અને વિચારમગ્ન દશામાં રહ્યા. પુંડરિકે મનોભાવ જાણવા પુનઃ પ્રશ્ન કર્યો–ત્યારે શું આપ ભાગની ઈચ્છા રાખો છો ? કુંડરિકે જવાબ આપે –હા, મારે ભોગોની ઈચ્છા છે.
પુંડરિકે તરત કૌટુંબિક પુરૂષોને બેલાવી કુંડરિકને રાજ્યાભિષેક કરાવ્યો અને તેમને રાજ્યાસને બેસાડયા; તે પછી પુંડરિકે પિતાને પંચમુષ્ટિ લોન્ચ કર્યો અને સ્વયંમેવ દીક્ષા લીધી. અને
જ્યાં સુધી ધર્મઘોષ સ્થવર ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી આહાર નહિ લેવાનો નિયમ કરી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા.
આ તરફ કુંડરિક રાજાને, કામેત્પાદક વસ્તુઓને આહાર કરવાથી એકદમ તે વસ્તુ પચી નહિ. પરિણામે ઉગ્ર વેદના ઉત્પન્ન થઈ. ખૂબ પીડા પામીને ભયંકર વ્યાધિમાં તે મૃત્યુને શરણ થયા, અને મરીને તે સાતમી નરકમાં ગયે.
પુંડરિક સ્થવર ભગવાનને મળ્યા, વંદન કર્યું, અને તેમની સાથે તપસંયમમાં વિચારવા લાગ્યા. અરસ નિરસ આહાર પુંડરિકને પણ એ નહિ. તેથી તેના શરીરમાં અતુલ વેદના ઉત્પન્ન થઈ અને શરીર નિર્બળ થવા લાગ્યું. તેથી તેમણે પંચ પરમેષ્ટિનું સ્મરણ કરી, ધર્માચાર્યને વંદન કરી સંલેખના કરી. પરિણામે કાળને અવસરે કાળ કરીને તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેઓ મેક્ષમાં જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com