________________
૨૨૩
રહ્યા. તેવામાં શ્રેણિક મહારાજા પિતાના સુમુખ અને દુર્મુખ નામના બે સૈનિકે સાથે પ્રભુના દર્શને જવા નીકળ્યા. ત્યાં રસ્તામાં ધ્યાનસ્થ પ્રસન્નચંદ્ર રાજર્ષિને જોઈ દુર્મુખ બે –અરે સુમુખ, જે તે ખરે કે આ ધ્યાનમાં બેઠેલા મુનિને તેના બાળપુત્રની જરાયે દયા નથી, દુશ્મને તેની નગરી પર ચડી આવ્યા છે, અને તેઓ તેના બાળપુત્રનું રાજ્ય લઈ લેશે, તેમજ તેની પત્ની પણ કાંઈ ચાલી ગઈ છે. સૈનિકના આ શબ્દો પ્રસન્નચંદ્ર સાંભળ્યા કે તરત જ તેનું ધ્યાન ભંગ થયું. મુનિ આર્તધ્યાન ધરવા લાગ્યા. આ વખતે શ્રેણિકે પ્રભુ મહાવીરને પૂછયું –ભગવાન, આ વખતે પેલા ધ્યાનસ્થ મુનિ કાળધર્મ પામે તે કઈ ગતિમાં જાય? પ્રભુ બોલ્યા–“સાતમી નરકે” શ્રેણિક આ સાંભળી આશ્ચર્યાન્વિત બન્યા, તેણે વિચાર્યું કે સાધુની સાતમી નરક હોય નહિ, માટે મારા સાંભળવામાં ભૂલ થઈ હશે, એમ વિચારી પુનઃ શ્રેણિકે પૂછયું: પ્રભુ, કઈ ગતિ? ભગવાને કહ્યું –અત્યારે તેઓ કાળધર્મ પામે તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં જાય. શ્રેણિકને આ ભેદની ખબર પડી નહિ. તેણે ભગવાનને તેનું કારણ પૂછ્યું. ભગવાને કહ્યું હે શ્રેણિક, હારા દુમુખ સૈનિકે જ્યારે કહ્યું કે આ મુનિના સાંસારિક બાળપુત્ર પર દુશ્મન ચડી આવ્યા છે, ત્યારે પ્રસન્નચંદ્ર રાજર્ષિ આર્તધ્યાન ધરવા લાગ્યા, અને મનના પ્રણામે વડે હથિયાર બનાવી દુશ્મન પર ફેંકવા લાગ્યા. આથી તેઓ સાતમી નરકના અધિકારી થયા, પણ જ્યારે પિતાના માનસિક કલ્પનાના હથિયારે ખૂટી ગયા ત્યારે તેઓ પૂર્ણ ક્રોધાયમાન થઈને પિતાના માથા પરનો લોખંડી મુગટ શત્રુઓ પર ફેંકી તેમને નાશ કરવાનું ઈચ્છયું, તે વખતે જેવો જ તેમણે માથા પર પિતાને હાથ મૂકો, કે તરત જ તેમનું મસ્તક લેચ કરેલું જાણી, તેમને મુનિપણાનું ભાન આવ્યું. તેઓ મુનિપણામાં કલ્પેલી દુર્ભાવનાને ત્યાગ કરી શુકલ લેસ્યામાં અત્યારે પ્રવૃત્ત થયા છે તેથી તેઓ જે આ વખતે કાળધર્મ પામે તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં જાય. આમ વાત કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com