________________
૨૧૬
ત્યારે કેશી સ્વામીએ કહ્યું કે સમય જોઈને તે તરફ વિહાર કરીશ. ત્યાંથી ચિત્ત સારથી શ્વેતાંબિકા નગરીમાં ગયો. પછી તે નગરીના મૃગ નામના ઉદ્યાનમાં આવ્યો અને ચિત્ત સારથીએ તે ઉદ્યાનના ભાળીને કહ્યું કે અહીંયા કેશી નામના સ્વામી પધારે તે તું વંદન કરી તેમને આદર સત્કાર કરજે. પાટ, પાટલા, મકાનનું આમંત્રણ કરજે, પછી મને ખબર આપજે. આટલી સૂચના આપીને ચિત્ત સારથી રાજદરબારમાં આવ્યો. શ્રાવતિના રાજા તરફથી ભળેલું નજરાણું તેણે પ્રદેશ રાજાને ચરણે મૂક્યું. રાજા પ્રસન્ન થયા.
કેટલાક સમય વીત્યા બાદ શ્રી કેશી સ્વામી ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા શ્વેતાંબિકા નગરીના મૃગ ઉધાનમાં પધાર્યા. વનપાલકે તેમને જેઈ વંદન કર્યું. પાટ, પાટલા વગેરે ચીજોને બંદોબસ્ત કરી આપ્યો, અને ત્યાંથી નીકળી તરત જ તેણે કેશીસ્વામી પધાર્યાની ચિત્ત સારથીને ખબર આપી. ચિત્ત સારથીનું હદય પોતાના ધર્માચાર્યના આવાગમનના સમાચારથી આનંદથી પ્રફુલ્લિત થયું. આસન પરથી ઉભા થઈ હેણે કશી સ્વામીને ભાવપૂર્વક વંદન કર્યું. પછી વસ્ત્રાલંકારે પહેરી અશ્વરથમાં બેસી તે વાંદવા ગયો. ત્યાં કેશી સ્વામીને ભાવપૂર્વક નમસ્કાર કરીને તેણે કહ્યું -પ્રભુ, અમારા રાજા અધર્મી છે, તે તેમને આપ ધર્મબોધ આપો તે ઘણે લાભ થશે. ત્યારે કેશી સ્વામી બોલ્યા-હે ચિત્ત, જીવ ચાર પ્રકારે કેવળી પ્રરૂપિત ધર્મ સાંભળી શકતો નથી. (૧) આરામ અથવા ઉદ્યાનમાં રહીને સાધુ મહારાજ પાસે જઈને વંદણા નમસ્કાર ન કરે. (૨) ઉપાશ્રયમાં જઈને વંદન ન કરે, (૩) ગૌચરી અર્થે આવેલ સાધુ મુનિની સેવા ભક્તિ ન કરે, તેમને ભાવનાથી અન્નપાણી ન વહેરાવે. (૪) જ્યાં મુનિ મહારાજને દેખે ત્યાં તેમને વંદન ન કરે અને પિતાનું મહે છૂપાવે. વળી ચાર પ્રકારે જીવ ધર્મને સાંભળી શકે છે.
(૧) આરામ અથવા ઉદ્યાનમાં રહેતા થકાં વંદન કરે. (ર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com