________________
રા૮
કે મહારાજા! આ તો એક મહાન પુરૂષ છે, વળી તે અવધિજ્ઞાની છે અને જીવ શરીરને જુદાં માને છે. આ સાંભળી રાજાને તેની પાસે જવાને ભાવ થયે. ચિત્ત અને પરદેશી શ્રી કેશી સ્વામી પાસે આવ્યા. પરદેશી રાજાએ સામે ઉભા રહીને કેશી સ્વામીને પૂછ્યું –
શું તમે અવધિજ્ઞાની છે? અને શરીર તથા જીવને જુદા જુદા માને છો? કેશી–હે પ્રદેશ રાજા, કોઈ વેપારી દાણની ચોરી કરે તેની માફક
તું વિનય ભક્તિ કર્યા વગર પ્રશ્ન પૂછે છે તે ઉચિત નથી. તે રાજા, મને દેખી તને એવો વિચાર થયો હતો કે આ જડ માણસ છે અને સાંભળનારા પણ જડ છે. તેમજ આ
ભારે બગીચે રેકીને બેઠો છે? પ્રદેશી–હા, સત્ય છે. આપની પાસે એવું કયું જ્ઞાન છે કે જેથી આપે
મારા મનનો ભાવ જાણે ? કેશી–અમારા જેવા સાધુને પાંચ જ્ઞાન હેય છે, પણ મને ચાર
જ્ઞાન છે. તેથી તમારા મનને ભાવ મેં જાણે. પાંચમું કેવળ
જ્ઞાન શ્રી અરિહંત ભગવાનને હેય. પ્રદેશી–ભગવાન, હું અહિં બેસું ? કેશી–આ તમારી ઉઘાન ભૂમિ છે. તેથી તમે જાણે.
પ્રદેશી–તમારી પાસે એવું પ્રમાણ છે કે જેથી તમે જીવ અને
શરીર જુદા માને છો ? કેશી–હા, મારી પાસે પ્રમાણ છે. પ્રદેશી–મારા દાદા હતા. તે મારા પર બહૂજ પ્રીતિ રાખતા. તે
ઘણાજ અધર્મી અને માંસાહારી હતા, તેથી તમારા કહેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com