________________
૨૦૬
પાપની આલોચના કરી. અને શુદ્ધ ચારિત્ર પાળી નંદીષેણ કાળધર્મ પામી દેવલોકમાં ગયા.
૧૪૮ પ્રતિબુદ્ધ. તે કેશલ દેશની સાંકેતપુરી નગરીને રાજા હતો. પૂર્વભવમાં મહાબળ કુમારને તે મિત્ર હતો. ત્યાં સંયમ પાળી, ઘણે તપ કરવાથી તે જયંત વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા હતા. ત્યાંથી ચ્યવી અહિંયા તે રાજા થયો હતો. તેને ધ્રા નામની રાણી હતી. તે સાંકેતપુરમાં નાગદેવનું એક દેવળ હતું, રાજા અને રાણું એકદા તે નાગદેવના પૂજન અર્થે ગયાં. ત્યાં દેવળમાં શોભાયમાન એવો એક દામકાંડ (સ્ત્રીઓની આકૃતિવાળો ચિલો વિભાગ) હતો. તે જોઈ રાજાએ પ્રધાનને પૂછયું કે હમે આ દામકાંડ કયાંય જે છે? પ્રધાને કહ્યુંઃ હા. મિથિલા નગરીમાં મલ્લીકુંવરીની વર્ષગાંઠ વખતે જોવામાં આવેલા દામકાંડ આગળ આ કઈ હિસાબમાં નથી, એમ કહી સાથે સાથે સુબુદ્ધિ પ્રધાને મલ્લીકુંવરીનાં રૂપ, ગુણની પ્રશંસા કરી. તે સાંભળી રાજાને તે મલ્લીકુંવરી પરણવાની ઈચ્છા થઈ. આથી તેણે કુંભરાજા પાસે દૂત મોકલી ભલ્લીકુંવરીનું ભાણું કર્યું. રાજાએ ના કહેવાથી પ્રતિબુદ્દે જિતશત્રુ વગેરે રાજાઓ સાથે સંધી કરીને મિથિલા પર ચડાઈ કરી. તેમાં મલીકુંવરીએ સોનાની બનાવેલ પ્રતિમાથી પ્રતિબદ્ધ રાજાને બુઝવ્યો અને તેણે દીક્ષા લીધી. સખ્ત તપ, સંયમ પાળી અંત સમયે સમેતશિખર પર સંથારે કરી પ્રતિબુદ્ધ મેક્ષ પામ્યા.
૧૪૯ પદ્મકુમાર, શ્રેણિક રાજાના પુત્ર કાલીકુમારની પદ્માવતી રાણીની કુક્ષિથી પદ્મકુમારને જન્મ થયો. માતાએ સિંહનું સ્વપ્ન જોયું. સ્વપ્ન પાકે મહાભાગ્યવાન પુત્ર અવતરશે એવું તે સ્વપ્નનું ફળ કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com