________________
૨૦૪
ભોજન ભજનને ઠેકાણે રહ્યું. નંદીષેણ સત્વર ઉભા થયા અને પિલા મુનિ (દેવ)ની સાથે ઉદ્યાનમાં ગયા; ત્યાં રહી તેઓ વૃદ્ધ સાધુની સેવા કરવા લાગ્યા. ત્યારપછી નંદીષેણે કહ્યું. મહારાજ, આપ મારી સાથે ઉપાશ્રયે પધારે, તો હું આપની સેવા ચાકરી સારી રીતે કરી શકું.
તું જુએ છે કે નહિ! મહારાથી ચાલી શકાય એવું છે?” વૃદ્ધ સાધુએ ગુસ્સે થઈને કહ્યું. “મહારાજ, હું આપને મારી ખાંધ પર બેસાડીને લઈ જઈશ.” નંદીષેણે જવાબ આપે.
સેવામૂર્તિ નંદીષેણે વૃદ્ધ સાધુને પિતાની ખાંધ પર લઈ ચાલવા માંડ્યું. રસ્તામાં પેલા દેવસાધુએ નંદીષેણના શરીર પર દુર્ગધમય વિઝા કરીને શરીર બગાડી મૂક્યું. છતાં નંદીષેણ મનમાં જરા પણ ખેદ પામ્યા નહિ. જોતજોતામાં તે દેવ નંદીષેણનું આખું શરીર માળ, મૂત્ર અને વિષ્ટાથી ભરી દે છે, અને તેના મુખ સામું જુએ છે, પરતુ નંદીષેણના મુખ પર ગ્લાનિની છાયા સરખી પણ દેખાતી નથી. એમ કરતાં ઉપાશ્રય આગળ તેઓ આવે છે; અને ધીરેથી નંદીષેણ વૃદ્ધ સાધુને નીચે ઉતારે છે, ત્યાં તે સાધુ અદશ્ય થઈ દેવ સ્વરૂપે પ્રગટ થાય છે, અને બધી વાત કહી નંદીષેણની સેવાની પ્રશંસા કરી સ્વસ્થાનકે જાય છે.
આ રીતે નદીષેણ સેવાભાવમાં મગ્ન રહી તપશ્ચર્યા સહિત વિશુદ્ધ ચારિત્ર પાળવા લાગ્યા. એકંદર તેઓ બાર હજાર વર્ષનું ચારિત્ર પાળી, અંતિમ સમયે અનશન કરી, મૃત્યુ પામી આઠમા દેવલોકમાં દેવ થયા; પરન્તુ સંથારા વખતે પૂર્વે સમયની દરિદ્રાવસ્થા તથા સ્ત્રીઓનો પ્રેમ તેમને યાદ આવવાથી નિયાણું કરેલું કે હું આવતા ભવમાં અનેક સ્ત્રીઓ અને અપૂર્વ લક્ષ્મીને ભોક્તા થાઉં. આ નિયાણાના પ્રભાવે તેઓ દેવલોકમાંથી વી, સૌરીપુર નગરમાં અંધક વિષ્ણુ રાજાની સુભદ્રા રાણીની કુક્ષિમાં દશમા પુત્ર “વસુદેવ” નામે ઉત્પન્ન થયા. તેમનું કામદેવ સરખું રૂપ દેખીને અનેક સ્ત્રીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com