________________
૨૧૦
પાસે દીક્ષિત બનાવી. પદ્માવતી દીક્ષા લઈને સખ્ત તપ, જપ, ક્રિયા કરવા લાગી. અંત સમયે એક મહિનાને સંથારે કરી, પદ્માવતી નિર્વાણપદને પ્રાપ્ત થયા.
ઉપર પ્રદુન.
દ્વારિકાના શ્રીકૃષ્ણ રાજાને રુકિમણું નામની રાણી હતી. તેને પ્રદ્યુમ્ન નામે પુત્ર થયો હતે. એકવાર અતિમુક્ત મુનિ રુકિમણીના આવાસે આવ્યા, તેમને જોઈ સત્યભામા પણ રુકિમણીના આવાસે આવી. બંનેએ મુનિને વંદન કર્યું. રુકિમણીએ મુનિને જ્ઞાનવંત જાણે પૂછયું કે મહાત્મન્ ! મહને પુત્ર થશે કે નહિ? મુનિએ કહ્યું તમને શ્રીકૃષ્ણ જે મહા પરાક્રમી પુત્ર થશે. એમ કહી મુનિ વિદાય થયા. મુનિના કથનથી બંને સ્ત્રીઓ વચ્ચે વાંધો પડ્યો. સત્યભામાએ કહ્યું કે મને પુત્ર થવાનું મુનિએ કહ્યું છે, જ્યારે રુકિમણ બેલી કે મેં પ્રશ્ન પૂછે હતો, માટે મુનિએ મને જ પુત્ર થવાનું કહ્યું છે. આ વાત કૃષ્ણ પાસે પહોંચી. બંનેએ એવી શરત કરી કે જેનો પુત્ર પહેલે પરણે, તેના ઉત્સવમાં બીજીએ પિતાના કેશ આપવા. સમય જતાં બંનેએ એક એક પુત્રને જન્મ આપે. પહેલાં રુકિમણીએ અને પછી સત્યભામાએ. રુકિમણીના પુત્રનું નામ પ્રદ્યુમ્ન પાડયું. થોડાક વખત પછી પ્રદ્યુમ્ન કુમારને પૂર્વભવને એક વૈરી દેવ રૂકિમણીનું રૂપ ધારણ કરી પ્રદ્યુમ્નને શ્રીકૃષ્ણ પાસેથી લઈ ગયે. દેવે તેને મારી નાખવાનો વિચાર કર્યો, પરંતુ તેનું આયુષ્ય લાંબુ હેવાથી, તેમજ તે ચરિમ શરીરી (છેલ્લું શરીર) હેવાથી દેવ તેને કાંઈ ઈજા કરી શક્યો નહિ, પણ તેને એક શિલા પર મૂકી ને જતો રહ્યો. એવામાં મેઘકુટ નગરના કાલસંબર નામક વિદ્યાધરનું વિમાન તે રસ્તેથી પસાર થયું. પુણ્યયોગે તે વિદ્યારે તેને પિતાના વિમાનમાં લીધે, અને ઘેર જઈને પોતાની કનકમાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com