________________
૧૦૩
એટલે તેના મામાને દયા આવવાથી તે તેને પોતાને ઘેર લઈ ગયો. તેના મામાને સાત પુત્રીઓ હતી, તેમાંની કોઈ એકને તેણે આ નંદીષેણ સાથે લગ્ન કરવાનું કહ્યું, પરંતુ કે પુત્રીએ તે કબુલ કર્યું નહિ. આથી પોતાના કર્મને દેશ આપી નદીષેણ મામાના ઘરમાંથી ચાલી નીકળ્યો.
ફરતો ફરતે તે રત્નપુર નગરના એક ઉદ્યાનમાં આવ્યો. ત્યાં એક સુખી ગૃહસ્થનું યુગલ એકબીજાને આલિંગન આપી ક્રીડા સુખ ભોગવતું હતું, તે જોઈ નંદીષેણને પોતાના દુઃખી જીવન પર કંટાળો આવ્ય, તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો અને નજીકના જંગલમાં આવ્યો, ત્યાં સુસ્થિત નામના એક મુનિના હેને દર્શન થયા. મુનિએ તેને પરિચય પૂછી મનુષ્યના કામભોગ અને સંપત્તિ અનિષ્ટકારી હેવાન અદ્દભુત બેધ આપે, પરિણામે વૈરાગ્ય પામી નંદીષેણે દીક્ષા લીધી. દીક્ષા લઈ તેમણે જીવનભર છઠ છઠના પારણા કરવાને અભિગ્રહ લીધે; અને ગુરૂની સેવા કરતાં પ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. તેમને એવો નિયમ હતું કે એકાદ મુનિની વૈયાવચ્ચ (સેવા) કર્યા પછી જ પિતાને આહાર કરવો. આમ ઘણું વર્ષ સુધી તેમણે કર્યું, પરિણામે તેમની ભકિતના સ્થળે સ્થળે વખાણ થવા લાગ્યા.
એકવાર ઈન્દ્રની સભામાં આ નંદીષેણ મુનિના વખાણ થયા. તે એક મિથ્યાત્વી દેવને રૂસ્યા નહિ. તેણે મુનિની પરીક્ષા કરવાનો નિશ્ચય કર્યો; અને એક રોગગ્રસ્ત સાધુનું રૂપ ધરી તે રત્નપુરીના ઉદ્યાનમાં બેઠે; વળી તે દેવ બીજા એક સાધુનું રૂપ ધરી, નંદીષણ પાસે આવ્યો. તે વખતે નંદીષેણ મુનિ પારણું કરવા બેસતા હતા. દેવ બોલ્યાઃ રે, નંદીષેણ, આવો જ તારો સેવાભાવ કે? મારા ગુરૂ અતિસારના રોગથી પીડાય છે, ને તે નિરાંતે ભોજન કરે છે ? નંદીષેણ ચમકીને બોલ્યાઃ મહારાજ, માફ કરે. ચાલો બતાવો,
ક્યાં છે તે ગુરૂ મહારાજ ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com