________________ 19 અહિં નમિરાજ અનેક સુખમય સામગ્રીમાં વૃદ્ધિ પામ્યા. યુવાવસ્થાએ પહોંચતા તેમને એક હજાર સ્ત્રીઓ પરણાવવામાં આવી. કેટલાક સમય બાદ પમરથ રાજા નમિરાજને રાજ્યાસને સ્થાપી દીક્ષા લઈ ચાલી નીકળ્યા. એકવાર નમિરાજાને સુભદ્ર નામનો હાથી મદોન્મત્ત થઈને નાસી ગયે. તે હાથીને સુદર્શન નગરના સૂર્યાયશ રાજાના સુભટએ પકડીને બાંધ્યો. નમિરાજાને આ વાતની ખબર પડી. એટલે પિતાને હાથી પાછા મેકલવાનું સૂર્યયશને તેણે કહેવડાવ્યું; પણ સૂર્યથશે તે માન્યું નહિ. પરિણામે બન્ને વચ્ચે યુદ્ધ શરૂ થયું. સૌ પોતપોતાનું લશ્કર લઈ લડવા માટે રણસંગ્રામમાં આવી પહોંચ્યા. આ વાતની મદનરેખાને ખબર પડી; બંને ભાઈઓને લડતા અટકાવવા માટે તે પ્રથમ નમિરાજની છાવણીમાં ગઈ નમિરાજે તેને દેખી વંદન કર્યું અને અયોગ્ય સમયે છાવણીમાં આવવાનું પ્રયોજન પૂછ્યું. જવાબમાં સાધ્વીએ કહ્યું. નમિરાજ, તને ખબર છે કે તું કેની સાથે આ યુદ્ધ ખેલે છે? હા. સુદર્શનના રાજા સૂર્યશ સાથે. પણ તે તારે સગે ભાઈ થાય છે. ભાઈ ભાઈની સાથે લડવું શું ઉચિત છે? જરૂર નહિ. સતીજી. ચાલો હું અત્યારે જ લડત બંધ કરી હારા ભાઈને મળવા આવું છું. સબુર. હમણાં નહિ. મહને પ્રથમ જવા દે સૂર્યશની છાવણમાં. મદરેખા સૂર્યશની છાવણીમાં ગઈ. સૂર્યશે સાધ્વીને દેખી વંદન કર્યું. મદનરેખા બેલીઃ સૂર્યાયશ. હું હારી માતા મદનરેખા છું. સૂર્યય—તો ત્યારે ગર્ભ ક્યાં? આ નમિરાજ, તે જ મહારે ગર્ભ અને હારો હાને ભાઈ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com