________________
તેને ઘણું જ તૃષા લાગી. તેને વિચાર થે કે ઘણું પરોપકારી પુરૂષો રાજરાજેશ્વરે રાજગૃહ નગરની બહાર વાવ, તળાવો બંધાવે છે. જેમાં ઘણા લેકે સ્નાન કરે છે અને પાણું પીએ છે. તેથી હું પણ શ્રેણિક રાજાને પૂછીને એક સુંદર વાવ બંધાવું. એમ ચીંતવતાં તેણે બાકીને દિવસ અને રાત્રી પૂરી કરી. બીજા દિવસનું પ્રભાત થયું. નંદમણિયાર પૌષધ પારીને ઘેર ગયો. દંતમંજન આદિ ક્રિયાએથી પરવારી, સુંદર વસ્ત્રાલંકારે પહેરી તથા મુલ્યવાન ભેટ લઈને તે શ્રેણિક મહારાજા પાસે ગયો. ભેટ મૂકી. રાજા પ્રસન્ન થયો. નંદમણિયારે શહેરની બહાર વાવ બંધાવવાને પિતાને વિચાર શ્રેણિક રાજા પ્રત્યે જાહેર કર્યો. રાજાએ પરવાનગી આપી. નંદમણિયારે એક સુંદર વાવ બંધાવી. તેને ફરતી ચારે દિશામાં અનુક્રમે ચિત્રશાળા, ભોજન નશાળા, ચિકિત્સા કરવાની શાળા, અને અલંકારશાળા બનાવરાવી. આને લાભ લઈ ઘણું લકે નંદમણિયારના વખાણ કરવા લાગ્યા. આ સાંભળી નંદમણિયારના આનંદનો પાર રહ્યો નહિ.
એક વખત નંદમણિયારના શરીરમાં સેળ પ્રકારના રોગ ઉત્પન્ન થયા. આખા ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે નંદમણિયારના સોળ રોગમાંથી એક પણ રેગ કઈ મટાડશે તે તેને પુષ્કળ ધન આપવામાં આવશે. ઘણું વૈદો દાકતરે આવ્યા, ઘણા ઉપચાર કર્યા પણ તેમાંના કઈ તેને એકપણ રોગ મટાડી શક્યા નહિ. વેદનાની મહા પીડાથી નંદમણિયાર મૃત્યુ પામ્યો અને નંદપુષ્કરણ નામની વાવમાં મૂતિ બન્યો હોવાથી, તે મરીને તેજ વાવમાં દેડકાપણે ઉત્પન્ન થયો. આ દેડકે ગર્ભ મુક્ત થઈ, બાલ્યાવસ્થા વીતાવી યુવાવસ્થા પ્રાપ્ત થવાથી વાવમાં ફરવા લાગ્યું. તે વાવમાં સ્નાન કરતાં, પાણી પીતાં ઘણું લેકે શાંતિ પામી બેલતા કે નંદમણિયારને ધન્ય છે કે તેણે આવી સુંદર વાવ બંધાવી. ઘણું માણસ પાસેથી આવું સાંભળીને દેડકાને વિચાર છે કે આવા શબ્દો મેં પૂર્વે કયાંક સાંભળ્યા છે. એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com