________________
૨૦૦
ચિંત્વન કરતાં શુભ પરિણામના વેગથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેનો પૂર્વભવ જાણે. મહાવીર ભગવાને આપેલે બોધ, અને લીધેલાં વ્રત તેને યાદ આવ્યાં અને પોતે મિથ્યાત્વી થયો હતો તેને માટે પશ્ચાત્તાપ કરવા લાગ્યો. આ વખતે તેણે અભિગ્રહ કર્યો કે જીવન પર્યત છઠ છઠના પારણા કરવાં, અને પારણાને દિવસે વાવમાં
કોએ ખરાબ કરેલું પાણી (નિર્દોષ) અને તેમના શરીરનો મેલ લઈને નિર્વાહ કર. (ધન્ય છે, તિર્યંચ જેવું પ્રાણી, સમજણ આવતાં કેવું કઠિન કાર્ય કરે છે!) આવી રીતે તે જીવન વિતાવવા લાગે.
એકદા પ્રભુ મહાવીર તેજ નગરીમાં સમેસર્યો. પ્રભુ પધાર્યાની વાત દેડકાએ નગરજનો પાસેથી વાવ પાસે સાંભળી. શ્રેણિક રાજા ચતુરંગી સેના સાથે પ્રભુના દર્શન કરવા નીકળ્યા. આ તરફ દેડકાને પણ પ્રભુના દર્શનની પરમ જીજ્ઞાસા થઈ. તે પણ નીકળ્યો. રસ્તે જતાં રાજાના કેઈ અશ્વના પગ તળે તે દેડકે કચરાપે. તેથી તે એકતમાં જઈ અરિહંત, ધર્માચાર્ય પ્રભુ મહાવીરનું સ્મરણ કરી નમસ્કાર કરવા લાગ્યો અને ત્યાં જ સંથારો કરી ઉચ્ચતમ ભાવના ભાવવા લાગ્યા. ત્યાંથી તે સમાધિમરણે કાળ કરી પહેલા સૌધર્મ દેવલેકમાં દર નામે દેવ થયા. ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેજ ભવમાં તે મોક્ષ જશે.
૧૪૪ નંદિનીપિતા શ્રાવસ્તિનગરીમાં નંદિનીપિતા નામે મહાઋદ્ધિવંત ગાથાપતિ હતા, તેને અશ્વિનીનામે સુશીલ અને સુસ્વરૂપવાન સ્ત્રી હતી. એકદા પ્રભુ મહાવીર પધાર્યા. નંદિનીપિતા વંદન કરવા ગયા, અને પ્રભુના ઉપદેશથી ધર્મબોધ પામી બારવ્રતધારી શ્રાવક થયા. ૧૫ વર્ષ શ્રાવકપણામાં ઘેર રહ્યા પછી તેમને પ્રતિમા અંગીકાર કરી, વિચરવાની ઈચ્છા થઈ.તેથી તેઓ ઘરનો સઘળો કારભાર ચેઝ પુત્રને સેપી સંસારકાર્યમાંથી તદન જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com