________________
૧૯૭
ભગવાન નેમિનાથને પૂછયું –પ્રભુ, નિષદકુમાર આવું સુંદર રૂ૫ શાથી પામ્યા?
પ્રભુએ જવાબ આપ્યોઃ આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં રેહડ નગરમાં મહાબળ નામે રાજા હતા. તેને પદ્મા નામની રાણી હતી, તેનાથી તેમને વીરંગત નામે પુત્ર થયે. તેને બત્રીસ કન્યાઓ પરણવવામાં આવી. સ્ત્રીઓ સાથે સુખ ભોગવતો, તે કુમાર આનંદમાં પિતાના દિવસો પસાર કરતા હતા. તેવામાં કોઈ એક પ્રસંગે સિદ્ધાર્થ નામના મહાગુણવંત આચાર્ય તે રહીડ નગરમાં પધાર્યા. પરિષદ વંદન કરવા ગઈ, તેમની સાથે વીરંગત કુમાર પણ ગયો. મુનિની દેશના સાંભળી વીગતે વૈરાગ્ય પામી દીક્ષા લીધી, અને છઠ્ઠ, અઠમાદિ ઉગ્ર તપશ્ચર્યા કરવા માંડી. અંતિમ સમયે બે માસનું અનશન કરી, શુદ્ધ ચારિત્ર પાળી વીરંગત મુનિ કાળધર્મ પામી પાંચમા દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી તપને પ્રભાવે તે અહિં અવતર્યા છે. * પ્રભુ નેમનાથ ત્યારપછી પોતાના શિષ્ય સમુદાય સાથે ત્યાંથી વિહાર કરી ગયા. નિષધકુમાર નિરતિચારપણે શ્રાવકના વતનું પાલન કરે છે. એકવાર પૌષધક્રિયામાં તેમણે ભાવના ભાવી કે ધન્ય છે તે નગર, ગ્રામ, પ્રજાજનોને કે જ્યાં પ્રભુ બિરાજતા હશે; ભગવાનની અમૃત દેશનાનો લાભ લઈ કણ પવિત્ર કરતા હશે! મહારાં એવાં ક્યાંથી પુણ્ય હોય કે પ્રભુ આ સમીપના નંદનવનમાં પધારે અને હું હેમના દર્શન કરી જન્મ સફળ કરૂં. બરાબર એજ વખતે દીનદયાળ પ્રભુ નંદનવનમાં પધાર્યા. નિષધકુમારને પ્રાતઃકાળે સમાચાર મળ્યા, એટલે તે પૌષધ પારી ઘેર આવ્યા; પછી તે હર્ષ સહિત પ્રભુ દર્શને જવા તત્પર થયા. તેઓ ચાર ઘંટવાળા એક સુંદર રથમાં બેઠા અને મોટા સમારંભ પૂર્વક ભગવાનના દર્શને ગયા. દેશના સાંભળી વૈરાગ્યવાન બન્યા અને માતાપિતાની રજા મેળવી દીક્ષિત થયા. તે પછી તેઓ ૧૧ અંગ ભણ્યા, ઉગ્ર તપશ્ચર્યા કરી,
અને નવા વર્ષનું ચારિત્ર પાળી, ૨૧ દિવસનું અનશન કરી, સર્વાર્થShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com