________________ 15 ઘેડાએ લઈ વેચવા આવ્યા, તેમને એક સુંદર ઘેડ રાજાએ ખરીદ્યો, અને તેની પરીક્ષા કરવા માટે, રાજા તે ઘડાને લઈ શહેર બહાર આવ્યો અને ઘોડા પર બેસી તેણે લગામ ખેંચી, કે તરતજ તે ઘોડો પવન વેગે ઉો. તેને ઉભે રાખવા રાજાએ લગામ ખેંચી, પણ તે અવળી લગામને હોવાથી ઉભો ન રહ્યો, આખરે રાજાએ જાણ્યું કે તે અવળી લગામને હવે જોઈએ, એમ ધારી અવળી લગામ ખેંચતા ઘડે ઉભો રહ્યો. આ વખતે રાજા હજારો ગાઉ દૂર નીકળી ગયો હતો, અને એક વિશાળ પહાડ પર આવ્યો હતે. રાજા ઘોડા પરથી નીચે ઉતર્યો, તે તેણે બાજુમાં એક મેટા રાજમહાલય જેઃ રાજા તે મહેલમાં દાખલ થયો. આખો મહેલ સુનકાર હતા. તે જોઈ રાજા આશ્ચર્ય પામ્યો, તેવામાં જ એક નવયુવાન સુંદરીએ રાજા સામે આવી, તેને આવકાર આપે. રાજાએ આશ્ચર્ય પામી તે સુંદરીને પરિચય પૂછે, એટલે સુંદરીએ કહ્યુંઃ રાજન્ ! હું વૈતાઢય પર્વત પરના તોરણપુર નામક નગરના રાજાની પુત્રી છું. મારું નામ કનકમાળા છે. મારા રૂપ પર મોહિત થઈ વાસવદત્ત નામને વિદ્યાધર મને પરણવાની ઈચ્છાથી અહિં લઈ આવ્યો છે. આ વાતની મારા ભાઈને ખબર પડતાં તે મને બચાવવા આબે, પરિણામે બેઉ વચ્ચે યુદ્ધ થયું. તેમાં વિદ્યાધર તથા મહારે ભાઈ મૃત્યુ પામ્યા. રાજન ! હું હવે અહિં એકલી જ છું. હું તમારા રૂપ પર પ્રસન્ન થઈ છું, માટે આપ મારી સાથે લગ્ન કરો. રાજાએ કનકમાળાની વિનતિ સ્વીકારી, તેની સાથે ગાંધર્વ લગ્ન કર્યું. ત્યારબાદ બંને રાજ્યમાં આવ્યા અને હમેશાં વિમાનમાં બેસી ફરવા જવા લાગ્યા, તેથી સિંહરથ રાજાનું ‘નિર્ગતિ” એવું નામ પડ્યું. - નિર્ગતિ રાજાને બગીચામાં ફરવાનો બહુ શોખ હતો. તે રોજ બગીચામાં આવે અને લીલીછમ જેવી વનસ્પતિ દેખી આનંદ પામે. એકવાર નિગૂઈ (નિર્ગતિ) રાજાની દષ્ટિ ફળફૂલથી ખીલેલા એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com