________________ 193 138 નળરાજા, તે અધ્યાપતિ નૈષધ રાજાના યુવરાજ પુત્ર હતા; અને ભીમક રાજાની પુત્રી મહાસતી દમયંતીને પરણ્યા હતા. સંસાર સુખ ભોગવતાં તેમને 1 પુત્ર અને 1 પુત્રી એમ બે બાળકો થયા હતા. પિતાની ગાદીએ આવતાં, સત્ય અને ન્યાયપૂર્વક રાજ્ય ચલાવવાથી તેઓ લોકપ્રિય રાજા તરીકે સર્વત્ર પ્રશંસા પામ્યા હતા. પરંતુ કર્મવશાત્ એક દિવસે તેમનામાં દુર્બુદ્ધિએ વાસ કર્યો; તેથી તેઓ પોતાના ભાઈ કુબેર સાથે જુગાર રમ્યા. પરિણામે રાજ્યપાટ સર્વ ગુમાવીને તેમને વનનો પંથ સ્વીકારવો. પડે. છોકરાંઓને તેમના સાળ મેકલાવી, સતી દમયંતી વનના દુઃખ સહન કરવા પતિ સાથે ચાલી. એક રાત્રે દમયંતીને વગડામાં એકાકી મૂકી, નળરાજા તેને છોડી ચાલી ગયા. રસ્તે જતાં નળને. પિતા નૈષધ, કે જે બ્રહ્મ નામના દેવલોકમાં દેવ થયો હતો, તેણે અવધિજ્ઞાનથી નળ પર આવેલી આફત જોઈ, તેથી તેણે બળતા અગ્નિમાં સર્પનું રૂપ વિતુર્વી બૂમ પાડી, આથી તે સપને બચાવવા નળરાજા ત્યાં ગયા અને સર્પને બહાર કાઢી બચાવ્યો, પરંતુ તેના બદલામાં સર્વે નળને ડંશ મારી કુબડે બનાવી દીધો. નળે આશ્ચર્ય ચકિત બની કહ્યું: શાહબાશ, સર્પ ! ઉપકારનો બદલો તે બહુ સારો આ ! સર્ષે પિતાનું દેવસ્વરૂપે પ્રગટ કરી કહ્યું –હે નળ, આ રૂપથી તને લાભ છે, કેમકે શત્રુઓથી ગુપ્ત રહી શકાશે, એમ કહી તે દેવે નળને એક કરંડીઓ અને શ્રીફળ આપ્યું, તે સાથે તેણે કહ્યું, કે તારે મૂળ સ્વરૂપે પ્રગટ કરવું હોય ત્યારે આ શ્રીફળ ફેડજે, એટલે તેમાંથી વસ્ત્રો નીકળશે તે પહેરજે, અને કરંડીયામાને હાર પહેરતાં તારું મૂળ સ્વરૂપ થઈ જશે. નળ સર્પને આભાર માન્યો. સર્પ અદશ્ય થયો. પછી નળરાજા સુસુમા નામક નગરમાં ગયા, ત્યાં એક ઉન્મત્ત હાથીને વશ કર્યો. આથી ત્યાંના દધિપણું રાજાએ નળને શિરપાવ આપી, પિતાની પાસે રાખ્યા. આખરે દમયંતીના પિતાએ 13 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com