________________ ૧લર સૂર્યયશ આશ્ચર્ય પામે. બંને ભાઈ પ્રેમથી મળ્યાં. સૂર્યશ પિતાનું રાજ્ય નમિરાજને સેંપી દીક્ષા લઈ ચાલી નીકળ્યો. માતા સાધ્વી મદનરેખા યુદ્ધ વિરામ કરાવી ત્યાંથી ચાલી ગઈ. નમિરાજ રાજ્યસુખ ભેગવવા લાગ્યા. કેટલેક કાળે નમિરાજના શરીરમાં દાહજવર નામને રેગ થયો, અનેક રાણીઓ આસપાસ બેસીને તેમને ચંદન બાવનાના તેલનું વિલેપન કરવા લાગી. રાણીઓએ હાથમાં કંકણે પહેરેલાં. તેલનું મર્દન કરતાં કંકણનો થતે અવાજ નમિરાજને દુઃખદાયક લાગે. તેથી તે અવાજ બંધ કરવા તેમણે રાણીઓને કહ્યું. રાણીઓએ ફક્ત એકેક કંકણ હાથ પર રાખી બાકીના કંકણ ઉતારી નાખ્યા. પરિણામે અવાજ બંધ છે. નમિરાજને શાંતિ થઈ. તરતજ નમિરાજ વિચારમાં પડયા અહો ! કેવી અનુપમ શાંતિ ! બધાં કંકણે કેવો કોલાહલ મચાવી રહ્યા હતા! ખરેખર એકલપણામાંજ સુખ છે. નમિરાજના વિચારો વૈરાગ્યભાવમાં પ્રવેશ્યા. આ ધન, વૈભવ, નેકર ચાકર એ સર્વ માત્ર કોલાહલમય અને વિનરૂપ છે. માત્ર એકાંત ભાવમાંજ પરમ સુખ છે. જે મહારે આ રોગ નાબુદ થાય તે જરૂર હું દીક્ષા લઈ એકાંતવાસ સ્વીકારું. આ પ્રમાણે વિચાર કરતાં તેને શાંત નિંદ્રા આવી ગઈ. પ્રાતઃકાળ થતાંજ નમિરાજનો રોગ નાબુદ થયો. વીર પુરુષો જે વિચાર કરે છે, તેને માટે તેઓ મક્કમજ હોય છે. નમિરાજે સર્વ રાજ્ય રિદ્ધિનો ત્યાગ કર્યો. સ્ત્રીઓનાં, નગર જનોનાં સ્નેહમય વિલાપને છેડી, તેઓ આત્મકલ્યાણ અર્થે દીક્ષા લઈ ચાલી નીકળ્યા. તે વખતે તેમને દીક્ષા નહિ લેવા માટે દેવે આવી દશ પ્રશ્નો પૂછયા. (વિસ્તાર સુત્રમાં) તે સર્વના આત્માને લાગુ પડતાં ગ્ય ઉત્તર આપી નમિરાજે સ્વનિશ્ચયમાં મક્કમ રહી પ્રવજ્ય અંગીકાર કરી. સખ્ત તપજપ સંવર ક્રિયાઓ કરી, કૈવલ્યજ્ઞાન પામી તેઓ શાશ્વત સિદ્ધગતિને પામ્યા. ધન્ય છે પ્રત્યેકબુદ્ધ શ્રી નમિરાજને. હેમને આપણું અગણિત વંદન હો ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com