________________
૧૯૬
આંબા પર પડી. તે દેખી રાજાને અત્યંત આનંદ થયો. એમ કરતાં વસંત અને ગ્રીષ્મઋતુ પસાર થઈ અને તે આંબે સૂકાયો. તે દરમ્યાન રાજાની દૃષ્ટિ ફરીવાર તેજ આંબા પર પડી. આ વખતે આંબો વેરાન હતા. તેના પર ફૂલ, ફળ વગેરે ન હતાં. આંબાને નિસ્તેજ દેખી રાજા વિચારમાં પડે; અહે ! થોડા વખત પહેલાં ખીલેલો આ આંબે આજે એકાએક નિસ્તેજ કેમ દેખાય છે? તેનાં ફળ ફૂલ વગેરે કયાં ગયાં ? શું દરેક ચીજમાં અસ્ત થવાને ગુણ હશે? હા. જરૂર, નિર્ગતિ રાજા આત્મવિચારણાને માર્ગે વળ્યો. તેને જડ અને ચેતનનું ભાન થયું. શરીર અને આત્માની ભિન્નતા તેણે પ્રત્યક્ષ જોઈ પૌલિક અને આત્મિક સ્થિતિનું હેને ભાન આવ્યું. તરત જ તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. રાજા ઘેર આવ્યો. વૈરાગ્ય દશા વધી અને તેજ દશામાં તેણે સ્વયંમેવ પંચમુષ્ટિ લોન્ચ કરી દીક્ષા અંગીકાર કરી. અમુક દિવસે ૧ કરકંડુ, ૨ દ્વિમુખ, ૩ નિમિરાજ, ૪ નિર્ગતિ એ ચારેય પ્રત્યેકબુદ્ધ એકઠા થયા અને એક બીજાને દેશને જોતાં આત્મભાવના ભાવતાં, કૈવત્યજ્ઞાન પામ્યા અને મેક્ષમાં ગયા.
૧૪૧ નિષધકુમાર દ્વારિકા નગરીના રાજા શ્રીકૃષ્ણના મોટાભાઈ બળભદ્રને રેવતી નામની પત્ની હતી. તેને મહા પ્રતાપી એ નિષકુમાર નામે પુત્ર થયા. કિશોરાવસ્થામાં ૭ર કળાઓ શીખી તે પ્રવિણ બન્યો. યુવાવસ્થા પામતાં પિતાએ તેને ૫૦ કન્યાઓ સાથે પાણીગ્રહણ કરાવ્યું. એકદા પ્રસ્તાવે ભગવાન નેમિનાથ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ત્યાં પધાર્યા. નિષધકુમાર સુંદર વસ્ત્રાભૂષણ પહેરી, રથમાં બેસી, મહેટાં સૈન્ય સાથે પ્રભુને વંદન કરવા ગયે. ભગવાને દેશના આપી. નિષધકુમારે વૈરાગ્ય પામી પ્રભુની પાસે શ્રાવકના બાર વત ધારણ કર્યા.
નિષધકુમારનું તેજસ્વી મુખવદન જોઈ વરદત્ત નામના ગણધરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com