________________
૧૮૭
વ્યતિત થતાં જ માગશર શુદિ ૧૧ નારાજ તેમને કૈવલ્યજ્ઞાન થયું. પ્રભુના સધ પરિવારમાં ૨૦ હજાર સાધુઓ, ૪૧ હજાર સાધ્વીઓ, ૧૭૦ હજાર શ્રાવકા અને ૩૪૮ હજાર શ્રાવિકાઓ હતા. ૨૫૦૦ વર્ષનું ચારિત્ર પાળી, સમેતશિખર પર એક માસના સંચાર કરી શ્રી નમિનાથ તીર્થંકર વૈશાક વિદ ૧૦ મે મેાક્ષ પધાર્યાં. તેમનું એકંદર આયુષ્ય દશ હજાર વર્ષનું હતું.
૧૩૭ મિરાજ.
માળવા દેશના સુદર્શન નગરમાં મણીરથ રાજા રાજ્ય કરતા હતા. તેને યુગબાહુ નામે ન્હાના ભાઈ હતા. તે યુગબાહુને મદનરેખા નામની સ્ત્રી હતી. તે રૂપરૂપના ભંડાર હતી. તેનું મુખ પૂર્ણિમાના ચંદ્રને શરમાવે તેવું હતું. એકવાર મદનરેખાનું દૈદિપ્યમાન મુખાવિંદ મણીરથના જોવામાં આવ્યું. જોતાંજ તે ચક્તિ થઈ ગયા. તેના હૃદયમાં વિકાર ઉત્પન્ન થયા. અને કાઈપણ રીતે તેણે મદનરેખાની સાથે સ્નેહ બાંધવાનું કર્યું. તે રાજમદિરમાં આવ્યા. પણ તેને ક્યાંઈ ચેન પડયું નહિ. પળેપળે મદનરેખાનું સુખાવિંદ ત્યેની નજર સામે તરવા લાગ્યું. મદનરેખાના પોતાના પર સ્નેહ થાય તે સારૂ તે અનેક પ્રકારના સુંદર વસ્ત્રો, આભુષણેા, મેવા, મીઠાઈ વગેરે માકલવા લાગ્યા. મદનરેખા પતિવ્રતા સ્ત્રી હતી. તે સ્વપ્નેય અન્યને ચાહે તેવી ન હતી. મણીરથ જે જે ચીજો મેાકલે, તેને મદનરેખા સહ` સ્વીકાર કરતી. તે એમ સમજતી હતી કે પેાતાના પરના નિર્દોષ સ્નેહને લીધે મણીરથ આ સઘળુ માક્લે છે; પણ તેને મણીરથની અધમ વાસનાની ખબર ન હતી. વખત જતાં મણીરથને લાગ્યું કે મદનરેખા મને ચાહે છે. તેથીજ સવ વસ્તુઓના તે સ્નેહપૂર્ણાંક સ્વીકાર કરે છે. એકવાર મણીરથે દાસીને મદનરેખા પાસે મેાકલી કહાવ્યું કે મણીરથ તમને પ્રેમથી વ્હાય છે, માટે તમે તેમની પાસે જઈ આનંદ કરી અને મન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com