________________
૧૮૬
જોયા. તપાસ કરતા જણાયું કે ઋષભદેવની સાથે તેમણે પણ દીક્ષા લીધી હતી. આથી રાજ્યની ઈચ્છાએ નમિ અને વિનમિ પ્રભુ પાસે આવ્યા અને તેમની સેવા કરવા લાગ્યા. એવામાં નાગકુમારને ઈદ્ર ધરણેન્દ્ર ત્યાં આવ્યો. તેણે તેઓને ભરતરાજા પાસે રાજ્ય માગવાનું કહ્યું, પરંતુ નમિ વિનમિએ તો પ્રભુ પાસે જ રાજ્ય માગવાને પોતાને વિચાર જણાવ્યો. આથી ધરણેન્દ્ર પ્રસન્ન થઈ તેમને ઘણી વિદ્યાઓ શીખવી; જેથી તેઓ વિદ્યાધર કહેવાયા, નમિએ વૈતાઢય પર્વત પર ૫૦ નગર વસાવ્યા. જ્યારે ભરતરાજાએ ચક્રવર્તી થતી વખતે દેશ સાધવા માંડ્યા ત્યારે નમિ, વિનમિ તેમની સામે થયા. પણ ભરતરાજા પાસે તેમનું કાંઈ ચાલ્યું નહિ. આખરે વિનમિ રાજાએ પિતાની સુભદ્રા નામની દીકરી ભરતને પરણાવી. તે સ્ત્રીરત્ન તરીકે ઓળખાઈ. નમિએ પણ ભરત મહારાજાને અમૂલ્ય વસ્તુઓ ભેટ આપી. આગળ જતાં બંને જણાએ પ્રભુ પાસે દીક્ષા લીધી.
૧૩૬ નમિનાથ. મિથિલા નગરીમાં વિજય નામના રાજાની વા નામની રાણીની કુક્ષિમાં રર મા તીર્થંકર શ્રી નેમિનાથ વિજય નામના વિમાનમાંથી ચ્યવને આધિન શુદિ પૂર્ણિમાએ ઉત્પન્ન થયા. માતાએ ચૌદ સ્વપ્ન જોયાં. ગર્ભકાળ પૂરો થયે શ્રાવણ વદિ આઠમે પ્રભુને જન્મ થયો. છપ્પન કુમારિકા તથા ઈકોએ આવી જન્મોત્સવ ઉજવ્યો. ગર્ભના પ્રભાવથી સર્વ રાજાએ વિજય રાજાને નમી પડ્યા હતા, તેથી પુત્રનું “નમિનાથ” એવું નામ આપ્યું. યૌવનવય થતાં તેઓએ પિતાની આજ્ઞાથી અનેક રાજકન્યાઓ સાથે લગ્ન કર્યું. ર૫૦૦ વર્ષે તેઓ પિતાના રાજ્યાસને આવ્યા. પાંચ હજાર વર્ષ સુધી રાજ્ય કર્યું. ત્યાર પછી સંયમ લેવાને અભિલાષ ધરી વરસીદાન આપ્યું અને અશાડ વદિ ૯ ના દિવસે પ્રભુએ ચારિત્ર અંગિકાર કર્યું. નવ માસ છદ્મસ્થપણુના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com