________________
૧૮૪
દંડ આપીને ધાને છોડાવ્યો. ધો ઘેર આવતાં કુટુંબીઓએ તેને આદર-સત્કાર કર્યો, પરંતુ ભદ્રાએ તેને આદર કર્યો નહિ. ધજાને આશ્ચર્ય થયું. કારણ પૂછતાં ભદ્રાએ જણાવ્યું કે પુત્રને ઘાતક વિજય ચોર, તેને અન્ન આપવાથી મને ક્રોધ કેમ ન થાય? ધન્નાએ કહ્યું, આપણે દુશ્મન વિજય ચોર તેને તું સ્નેહિ તરીકે ગણુ; કેમકે મને જંગલ જવાની ઈચ્છા થવાથી મારી સાથે લઈ જવાની ખાતર અન્ન આપવાની શરતે મારે તેમ કરવું પડ્યું હતું; પણ ધર્મભાવથી કે પ્રેમ ભાવથી મેં તેને અન્ન આપ્યું ન હતું. આ સાંભળી ભદ્રાને સંતોષ થયો અને તે પતિને પ્રેમથી મળી.
વિજય નામને ચેર ભુખતૃષાથી પીડાઈને, ચાબુક વગેરેના ભારથી અશક્ત બનીને, આર્તધ્યાનથી કેદખાનામાંજ મરણ પામે અને મરીને નરકે ગયે, ત્યાં અનંત દુઃખ ભોગવીને સંસાર પરિભ્રમણ કરશે.
તે સમયે રાજગૃહી નગરીને ઉદ્યાનમાં ધર્મધેષ નામના વીર પધાર્યા, ધન્ના સાર્થવાહ વંદણા કરવા ગયો. ધર્મોપદેશ સાંભળી વૈરાગ્ય પામે અને તેણે દીક્ષા લીધી. ઘણું વર્ષ સાધુ પ્રવર્યા પાળી એક માસને સંથારે કરી તે સુધર્મ નામના પહેલા દેવલોકમાં ગયે અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ મોક્ષમાં જશે.
ન્યાય–જેમ વિજય ચોર ધન માલમાં લુબ્ધ થયો તેમ જૈન સાધુ યા સાધ્વી
દીક્ષા લઈને ધન, માલ, મણિ, રત્ન વગેરેમાં લુબ્ધ થાય, તો સંસાર પરિભ્રમણ કરવો પડે જેમ ધન્નાએ તેને સનેહિ ગણી આહાર ન આપે, તેમ સાધુ સાવીઓ રૂપ, રસ, વિષય માટે શરીરને ખેરાક ન આપતાં જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિ માટે જ આપે, તો ધનાની માફક સંસાર પરિત કરી શકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com