________________
૧૮૮
ગમતાં સુખ ભોગવે. તમને યુગબાહુ તરફથી જોઈએ તેવું સુખ મળતું નથી. આ ઉપરથી મદનરેખા તરત મણીરથને દુષ્ટ ભાવ સમજી ગઈ. તેણે દાસીને જણાવી દીધું કે જા, લુચી, અહિંથી જલ્દી ચાલી જા. નહિત અહિંજ હું તારા શરીરની દુર્દશા કરી નાખીશ. ફરી આવી વાત મારી પાસે કરી છે તે અહિંથી તું જીવતી જવા નહિ પામે. દાસો ત્યાંથી નાસી છુટી અને સઘળી વાત ભણસ્થને કરી. મણીરથે વિચાર્યું કે જ્યાં સુધી યુગબાહુ જીવતો છે, ત્યાં સુધી તે મારી સાથે સ્નેહ નહિ કરે. એમ ધારી તે યુગબાહુને મારી નાખવાની તક શોધવા લાગ્યો.
સાંજનો સમય હતો. યુગબાહુ અને મદનરેખા ફરવા માટે બગીચામાં આવ્યા હતા. ખુશનુમા પવનની લહેર આવતી હતી. યુગબાહુ આરામ લેવા એક બાંકડા પર સૂતે. મદનરેખા સુગંધીદાર પુષો બાગમાં ચુંટતી હતી. તે વખતે મણીરથ હાથમાં તરવાર લઈને ધીમે પગલે બગીચામાં દાખલ થયો. અને પાછળથી આવી તેણે પિતાની તરવાર મ્યાનમાંથી કાઢી યુગબાહુના ગળા પર ચલાવી દીધી. યુગબાહુ કારમી ચીસ પાડી બેહોશ બની ગયા. આ ભયંકર ચીસ સાંભળી મદનરેખા યુગબાહુ પાસે દોડી આવે, તે પહેલાં જ મણીરથ પૂર વેગે દોડતો ત્યાંથી પસાર થઈ ગયે. અંધકારના આછા પ્રકાશમાં મદનરેખાએ મણીરથને ઓળખે. તે સમજી કે આ દુષ્ટ હારી સાથે સ્નેહ બાંધવા આ ભયંકર કૃત્ય કર્યું છે. ખેર ! પણ મહારે હવે મહારા પતિની સગતિ થાય તેમ કરવું જોઈએ. એમ ધારી મદનરેખાએ છેલ્લાં શ્વાસ લેતાં યુગબાહુના હૃદયમાં ધર્મનું શરણું આપ્યું. થોડીવારે યુગબાહુ મૃત્યુ પામ્યો અને શુભસ્યાના પરિણામે તે દેવલોકમાં ગયે. અહિં મદનરેખાએ વિચાર કર્યો કે હવે મહારું શું થશે? દુષ્ટ મણીરથ મહારાપર બળાત્કાર કરશે અને મહા શિયળ ખંડિત કરશે. માટે મહારે તેના રાજ્યમાં રહેવું ઉચિત નથી. એમ ધારી તે મનમાં ધૈર્ય ધારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com