________________
૧૮૦.
બોધ આપે. શાળીભદ્ર અને પંજાએ સર્વની રજા લઈ દીક્ષા લીધી. ઉગ્ર તપશ્ચર્યા અને સંયમની આરાધનાને અંતે એક માસનું અનશન કરી ધન્ના અણગાર સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈમેક્ષમાં જશે.
૧૩૨ ધના અણુગાર.
કાકંડી નગરીમાં ભદ્રા નામની સાર્થવાહિનીને તે પુત્ર હતા. યૌવનાવસ્થા પામતાં તેમને ઉચ્ચ કુળની ૩૨ કન્યાઓ પરણાવવામાં આવી, અને તેઓ મનુષ્ય સંબંધીનું વિપુલ સુખ ભોગવતા હતા. એકદા ભ૦ મહાવીર તે નગરીમાં પધાર્યા. લેકેને કોલાહલ સાંભળી તેઓ પણ લેકની સાથે પ્રભુની દેશનામાં ગયા. દેશના સાંભળી તેમને તીવ્ર વૈરાગ્ય ફૂર્યો અને માતા તથા સ્ત્રી વગેરેની રજા મેળવી તેમણે દીક્ષા લીધી. ધન્નાકુમારનો દીક્ષા મહોત્સવ જિતશત્રુ રાજાએ કર્યો. દીક્ષા લીધા પછી તરત જ તેમણે ઉગ્ર તપ કરી કર્મ ક્ષય કરવાનો નિર્ણય કર્યો. તેમણે પ્રભુને કહ્યું ભગવાન, તમારી આજ્ઞા હોય તો હું આજથી જ છઠ છઠને તપ કર્યું અને પારણાને દિવસે આયંબીલ કરું અને તે એવી રીતે કે, ઘરધણીને ખાતાં વધે, તેમજ તે આહાર કેઈ પણ અતિથિને આપવાનું ન હોય, અને તે કાઢી નાખવાને હેાય એવો આહાર ભર્યા હાથે કેઈ વહેરાવે તો જ લે. ભગવાને આ પ્રકારને તપ કરવાની તેને અનુમતિ આપી. ધન્ના અણગારે આ પ્રમાણે લાંબા વખત સુધી તપશ્ચર્યા કરી શરીરને સૂકભુકકે (શોષવી) કરી નાખ્યું. એકવાર શ્રેણીક રાજા પ્રભુ મહાવીરને વંદન કરવા આવ્યા, તેમણે પ્રભુને પૂછયું –ભગવાન! આપના ૧૪ હજાર સાધુમાં ઉત્કૃષ્ટ કરણી કરનાર કયા સાધુ છે? ભગવાને કહ્યુંઃ ધન્ના અણગાર. શ્રેણિકે પૂછયું: પ્રભુ, કેવી રીતે ? વિર પ્રભુએ ધન્ના અણગારના ઉત્કૃષ્ટ તપનું વર્ણન કર્યું, તે સાંભળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com