________________
10
શ્રેણિક ખૂબ આનંદ પામ્યા અને ધન્ના અણગાર પાસે જઈ વંદન કરી બોલ્યા હે મહા મુનિ, હે મહા તપસ્વી, આપને જન્મ સાર્થક છે. એ પ્રમાણે વંદન-સ્તુતિ કરી શ્રેણિક સ્વસ્થાનકે ગયા. ત્યારબાદ શરીર હાડપિંજર જેવું થઈ ગયેલું જાણી ધન્ના અણગાર પ્રભુની આજ્ઞા લઈ વિપુલગીરી પર્વત પર ગયા અને ત્યાં અનશન કર્યું. એક માસના અનશનને અંતે તેઓ કાળધર્મ પામ્યા. અને ફક્ત નવ માસનું ચારિત્ર પાળ્યું હોવા છતાં, ઉત્કૃષ્ટ તપના પ્રભાવે તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા. ત્યાંથી મહાવિદેહમાં અવતરી તેઓ મેક્ષમાં જશે.
૧૩૩ ધન્ના સાર્થવાહ
રાજગૃહી નગરીમાં મહા ઋદ્ધિવંત ધન્ના નામનો સાર્થવાહ રહેતો હતો, તેને ભદ્રા નામની સુસ્વરૂપવાન સ્ત્રી હતી. તેને કઈ પણ જાતની કમીના ન હતી. વિપુલ ધન, ધાન્ય, નોકર ચાકર, સુંદર સ્ત્રી ઈત્યાદિ સર્વ વાતે તે સુખી હતો, પરંતુ તેને એકેય પુત્ર ન હતું, એ જ તેને મુખ્ય દુઃખ હતું. ભદ્રા અહર્નિશ ચિંતવતી કે ધન્ય છે તે માતાને કે જેને ઘેર પારણું ખુલે છે, જે પુત્રને સ્તનપાન કરાવે છે, બાળકને રમાડે છે અને જીવનનો અણમોલો આનંદ ભોગવે છે. ભદ્રાને પુત્ર ન હોવાથી તે અહર્નિશ શેકમાં દીવસે વીતાવતી.
એક દિવસ ભદ્રા પિતાના ભરથારની આજ્ઞા લઈને રાજગૃહી નગરીની બહાર યક્ષના મંદિરમાં ગઈ. તેની પૂજા કરી સેવા ભક્તિ કરવા લાગી. જે પિતાને પુત્ર પ્રાપ્તિ થાય તે મંદિરના ભંડારમાં વિપુલ દ્રવ્ય ખર્ચવાની ભદ્રાએ ત્યાં પ્રતિજ્ઞા કરી અને પોતાને ઘેર આવી. કાળાન્તરે તે ગર્ભવતી થઈ. ગર્ભધારણના બે માસ પછી તેને યક્ષના દર્શન કરવાને દેહદ થયો. તેથી તે સુંદર વસ્ત્રાલંકાર પહેરી યક્ષના મંદિરે ગઈ, યક્ષની ધૂપ વગેરેથી પૂજા કરી સ્વસ્થાનકે આવી. અનુક્રમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com