________________
૧૯
રાખ્યા. છેવટે ધન્નાએ સઘળી હકીકત જણાવી, આથી ભાઈઓ તથા માતા પિતા પ્રસન્ન થયા. ધન્નાએ પિતાને મળેલાં ૫૦૦ ગામેમાંથી દરેક ભાઈને ભાગ વહેચી આપે. છતાં પણ દુર્જનોએ પિતાની દુર્જનતા છોડી નહિ, તેથી ધન પુનઃ રાજગૃહમાં આવ્યો. રસ્તામાં લક્ષ્મીપુરના રાજાની દીકરી ગુણવળી તથા તેના મંત્રીની પુત્રી સરસ્વતીને તે પરણ્યો. આ ઉપરાંત તે બે શ્રેષ્ઠિવની કન્યાઓ પરણ્યો. એકંદર ધને આઠ સ્ત્રીઓ પરણ્ય અને રાજગૃહમાં આવી સુખપૂર્વક રહેવા લાગે.
એકવાર ધન્યકુમાર સ્નાન કરે છે, સુભદ્રા તેને તેલનું મર્દન કરે છે, તેવામાં એકાએક સુભદ્રાની આંખોમાંથી ઉષ્ણ આંસુઓ ટપક્યાં અને ધન્નાના શરીર પર પડ્યા. ધનાએ ચમકીને સુભદ્રાને પૂછયું–શા દુઃખે ચક્ષુઓમાં આંસુ ભરાયાં છે?
સુભદ્રાએ કહ્યું –નાથ, દુઃખની વાત છે કે મારા ભાઈ શાળાભદ્રને વૈરાગ્ય થયા છે અને તે દરરોજ એક એક પત્નીને ત્યાગ કરે છે, એ રીતે ૩૨ દિવસે ૩૨ સ્ત્રીઓને ત્યાગ કરીને તે દીક્ષા લેશે, એ દુઃખે હું રડું છું.
ધન્નો સંસારની અસારતાના તરંગ ચડે. વિચાર કરી તે બોલ્યો –પ્રિયા, શાળીભદ્ર રોજ એકેક સ્ત્રી ત્યાગે, એ તો કાયરતાની નિશાની કહેવાય.
સુભદ્રા બોલીઃ-નાથ, કહેવું સહેલું છે, પણ કરવું અઘરું છે.
ધન્નાએ કહ્યું છે, ત્યારે, મેં આજથી મારી આઠેય સ્ત્રીઓને ત્યાગી. હું હવે દીક્ષા લઈશ.
સુભદ્રા બોલી –નાથ ! એકાએક આમ ન થાય.
“વીર પુરૂષનું વચન મિથ્યા ન થાય” એમ કહી ધન્નો ઉભે થયો. કપડાં પહેર્યા, અને શાળીભદ્રને દ્વારે જઈ તેને વૈરાગ્યનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com