________________
૧૬૯
રાજાએ પોતાના યુવરાજને માટે દત્તને ત્યાં તે પુત્રીનું માગું કરાવ્યું. દત્ત સાર્થવાહ કબુલ થયા. વિવાહ નક્કી થયું. અને ઘણીજ ધામધુમથો દેવદત્તા તથા યુવરાજ પુસનંદી લગ્નથી જોડાયાં.
ત્યારબાદ સમણુંદર રાજા મરી ગયે. પુસનંદી રાજગાદીપર આવ્યો. અને તે પિતાની મા શ્રીદેવીને ભક્ત બની ગયે. રોજ શ્રીદેવીના પગમાં પડે, તેને વંદન કરે અને ઘણે વખત તે ત્યાંજ ગાળે. આથી દેવદત્તાને અદેખાઈ થઈ આવી, અને તેણી શ્રીદેવીને ઘાટ ઘડવાને વિચાર કરવા લાગી. એકવાર શ્રીદેવી એકાંતમાં બેઠી હતી. પાસે કેઈજ ન હતું. આ તકનો લાભ લઈ દેવદત્તા ત્યાં આવી પહોંચી. તેણે એક લોખંડનો ખીલો તપાવ્યો. અને જ્યારે તે ખીલો ખૂબ લાલચોળ થયે, ત્યારે તેણે તે લઈને શ્રીદેવીના ગુહ્ય અંગમાં પેસાડી દીધો. તેથી તે ખૂબ જોરથી કારમી ચીસ પાડીને મૃત્યુને શરણ થઈ ગઈ આ ભયાનક ચીસ સાંભળીને દાસી એકદમ ત્યાં દોડી આવી. એવામાં દેવદત્તાને તેણે નાસતી જોઈ. શ્રીદેવીને મરણ પામેલી દેખીને તેને ઘણું દુઃખ થયું. આ વાત તરત તેણે રાજા પાસે જઈને જાહેર કરી. વાત સાંભળતાં જ પુસનંદી મૂછિત થઈને જમીન પર ઢળી પડ્યો. કેટલીક વારે શુદ્ધિ આવ્યા બાદ તે ઘણું રે. પછી તેણે માતાની મૃત્યુકિયા કરી. રાજાએ દેવદત્તાને પકડી મંગાવી. તેને બાંધી, અને ફાંસીનો હુકમ ફરમાવ્યો.
હુકમ મુજબ તેને ફાંસીએ ચડાવવામાં આવી. અને મરીને તે પહેલી નરકે ગઈ. ત્યાંથી નીકળીને તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં થઈ પશુ, પક્ષી, તિર્યંચાદિનીમાં ભટકી, અનંત સંસાર પરિભ્રમણ કરતી યાવત મોક્ષગતિને પામશે.
સાર–ઈર્ષાગ્નિ અને કામાગ્નિ કેટલા ભયંકર છે, તે આ વાત પરથી સમજાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com