________________
રાજા આશ્ચર્ય પામી મન સાથે બોલી ઉઠશે. પેલાં ભવ્ય અને સુંદર સ્તંભની આખરે આ દશા? ત્યારે તે માત્ર વસ્ત્ર અને અલંકારથી જ સુંદર લાગતો? ખરેખર મારું શરીર પણ એક વખત આ દશાને પામશે ! અત્યારે સુશોભિત દેખાતાં મહારા આ શરીરની પણ આખરે આ લાકડાનાં ઠુંઠા જેવી દુર્દશા થવાની જ! તે પછી આજેજ, અરે અત્યારે જ શા માટે આ શરીર પરથી મમતા ન ઉતારવી? કાળને કયાં ભરૂસે છે? ખરેખર પર વસ્તુઓ જ માત્ર આ જીવને મુંઝવે છે, પૌગિક વસ્તુઓના મોહમાં અંધ બની ખરેખર મેં આત્મકલ્યાણ સાધ્યું નહિ.
(એક મુમુક્ષુએ ખરુંજ કહ્યું છે કેપર વસ્તુમાં નહિ મુંઝ, એની દયા મુજને રહી; એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહી. હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું?
હા. ખરેખર એ બધી વળગણ ત્યાગવા ગ્ય છે.) એમ કહી દ્વિમુખ રાજાએ ત્યાં જ પોતાના સઘળાં વસ્ત્રાલંકારે ઉતારી નાખ્યા, અને પંચમુષ્ટિ લોન્ચ કરી સ્વયંમેવ દીક્ષા લઈ ચાલતા થયા. ખૂબ તપ, જપ, સંવર કરી કૈવલ્યજ્ઞાનને પામી દ્વિમુખ પ્રત્યેકબુદ્ધ મોક્ષપદને પામ્યા.
૧૨૭ દેવદત્તા, સુપ્રતિષ્ઠિત નામનું નગર હતું. મહાસેન નામે રાજા હતા. તેને ધારિણું પ્રમુખ એક હજાર રાણીઓ હતી. ધારિણીને એક પુત્ર થયો હતો. તેનું નામ સિંહસેન, કુમાર યુવાવસ્થા પામતાં તેને પ૦૦ રાજકન્યાઓ પરણાવી, પાંચસો સુંદર મહેલો બંધાવી આપ્યા, પાંચસે કેડ સેનૈયાં, પાંચસો હાથી, એમ દરેક પાંચ પાંચસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com