________________
૧૭૩
જાણી, તેથી ક્રોધાતુર બનીને તેમણે નાગશ્રીને માર મારીને ઘરમાંથી કાઢી મૂકી. રસ્તામાં પણ ઘણા લોકો તેને ખીજવતાં, મારતાં, અને ધિક્કારતાં હતાં. ક્યાંઈ તેને આશ્રય ન મલ્યા. જ્યાં ત્યાં તે ભટકવા લાગી. તેને સાળ રાગ ઉત્પન્ન થયા. તે મહાવેદનાના પરિણામે મૃત્યુ પામી, અને મરીને છડી નરકમાં ગઈ.
ત્યાંથી નીકળી અનેક તિર્યંચ નરકના ભવ કરતી તે ચંપાનગરીમાં સાગરદત્ત સાવાને ત્યાં પુત્રીપણે અવતરી. તેનું સુકુમારીકા નામ પાડવામાં આવ્યું. બાલ્યાવસ્થા વીતાવી તેણે યુવાવસ્થામાં પ્રવેશ કર્યો. પછી તેને તેજ નગરીમાં જીનદત્ત શેઠના સાગર નામનાં પુત્ર સાથે પરણાવી. સુકુમારીકાના શરીરમાં પાપના ઉદયે અગ્નિવર હતા. એટલે કાઈ માણસ તેને અડકે તેા અગ્નિની માફક તે દાઝે. તેના શરીરના સ્પર્શ માત્ર તરવારની ધાર સમાન લાગે. સાગરપુત્ર સુકુમારીકાનેા સ્પર્શો કરવા જતાં દાઝ્યા. તેથી ભય પામ્યા, અને સુકુમારીકાને છેડી તેજ રાત્રીએ ઘરમાંથી ચાલી ગયા. આ વાતની જીનદત્ત શેઠને તથા ઘણાને ખબર પડી. સાગરદત્ત સાવાહે વાત જાણી તેથી પોતાની પુત્રીને ધેર લાવ્યા અને ખીજે પરણાવવાના વિચાર કર્યાં. તેવામાં એક ભટકતા ભીખારી સાવાહે જોયા, તેથી તેને ખેાલાવી માન પાન આપી જમાડયા. સુંદર વસ્ત્રાભુષણેા પહેરાવી સુકુમારીકા સાથે તેના લગ્ન કર્યાં. લગ્નની પહેલી રાત્રીએ તે દરદ્રી સુકુમારીકા પાસે જતાં, તે પણ દાઝયા અને વેદના પામ્યા. તેથી તે પણ ત્યાંથી નાસી પલાયન કરી ગયા.
સુકુમારીકા હવે પોતાના કના પશ્ચાત્તાપ કરવા લાગી. તેવામાં ગોવાલિકા નામના સાધ્વીજી હેને ત્યાં પધાર્યાં. સાધ્વીજીએ ઉપદેશ આપ્યા. સુકુમારીકાને વૈરાગ્ય થયા અને પિતાની આજ્ઞા લઈ ને તેણીએ દીક્ષા લીધી. એક્વખત નગરીની બહાર ઉદ્યાનની પાસે છઠે છઠ્ઠના તપ કરી આતાપના લેવાના વિચાર તેણે આ સાધ્વીજી પાસે જાહેર કર્યો..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com