________________
૧૫૭
અને સદાકાળ અંતઃપુરમાં જ પડી રહે, વળી તેને પુત્ર ઉપર અભાવ હતો. એટલે કોઈપણ પુત્રને જન્મ તેને ત્યાં થાય, તે તે તેના હાથ અગર પગની આંગળીઓ કાપી નાખે અગર તો અંગુઠે કાપે, અગર નાક કાપે, અગર કાન કાપે. એકાદ અંગ તો ઓછું કરેજ કે જેથી તે રાજ્યને માટે લાયક રહે નહિ. એકદા તેની પભાવતી રાણીને એવો વિચાર થયો કે રાજા, પુત્ર થાય તો તેના અંગોપાંગનું છેદન કરે છે, માટે મારે પુત્ર કદાપિ થાય તો અગાઉથી તેને પ્રબંધ કરવો જોઈએ, તેમ ધારી તેતલીપુત્ર પ્રધાનને બેલાવી બંદોબસ્ત કર્યો. હવે પિટ્ટીલાને (પ્રધાનની સ્ત્રી) તથા પદ્માવતી એ બંનેને સાથે જ ગર્ભ રહે. પિટ્ટીલાએ મૃત પુત્રીને જન્મ આપે. અને પદ્માવતીએ જીવિત પુત્રને જન્મ આપે. પદ્માવતીએ પુત્ર જન્મતાંની સાથેજ દાસી દ્વારા તેટલીપુત્રને બોલાવી પુત્રને સે. તેતલીપુત્ર ખાનગી રીતે પુત્રને લઈ ગયા અને પિતાને ત્યાં જન્મેલી મૃતપુત્રી પદ્માવતીને સોંપી ગયા. રાજાને મૃતપુત્રી જન્મ્યાની ખબર આપી અને તેની નિવારણ ક્રિયા કરી. તેટલીપુત્રે રાજાનાં પુત્રને પિતાને ઘેર લઈ જઈ પઢિીલાને સોંપ્યો, અને સત્ય હકીક્ત કહીને ઉછેરવા કહ્યું. તે કુમારનું નામ “કનકધ્વજ’ પાડવામાં આવ્યું. કુમાર બાલ્યાવસ્થા વીતાવી, ૭૨ કળા શીખી યૌવનાવસ્થાને પામ્યો અને આનંદ કરવા લાગ્યો.
કાળાન્તરે તેટલીપુત્રને પિટ્ટીલા સ્ત્રી પર અભાવ થયો. પિટીલા આર્તધ્યાન ધ્યાતી શેકમાં દીવસો વીતાવવા લાગી. એકદા સુવ્રતા નામના સાધ્વીજી પટ્ટીલાને ઘેર વહોરવા પધાર્યા. પિટ્ટીલાએ નમસ્કાર કરી આનંદપૂર્વક દાન દીધું અને પૂછયું ! અહો આર્યજી, આપ કઈ વશીકરણ મંત્ર મહને આપશો કે જેથી મહારા પર કેપેલા સ્વામી મારો સ્વીકાર કરે ! આર્યાજીએ કહ્યું, હે દેવાણપ્રિય ! અમે વ્રતધારી આર્યાજીઓ છીએ, અમારે તે સંબંધી કઈ પણ કહી શકાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com